GUJARAT

ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા) જૂનાગઢ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭માં પ્રવેશ જોગ

ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા) જૂનાગઢ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭માં પ્રવેશ જોગ

કારકિર્દીના ઘડતર માટે કૌશલ્ય વિકાસને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે સ્થાપિત કરતી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, (મહિલા)જૂનાગઢ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સંસ્થામાં કુલ ૨૨૪ બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. ગુણવત્તાસભર તકનીકી શિક્ષણ સાથે તાલીમાર્થી બહેનોને રોજગાર અને સ્વરોજગાર માટે સક્ષમ બનાવવા સંસ્થા સતત કાર્યરત છે સંસ્થામાં કોપા (COPA), ફેશન ડિઝાઇન ટેકનોલોજી, સીવણ, કોસ્મેટોલોજી તથા ફિઝિયોથેરાપી ટેકનિશિયન જેવા રોજગારલક્ષી ટ્રેડમાં તાલીમ આપવામાં આવે છે. આધુનિક મશીનરીથી સજ્જ વર્કશોપ, પ્રેક્ટિકલ આધારિત તાલીમ, અનુભવી પ્રશિક્ષકોનું માર્ગદર્શન, કેમ્પસ ઇન્ટરવ્યૂ અને પ્લેસમેન્ટ જેવી સુવિધાઓને કારણે તાલીમાર્થી બહેનોને ઉજ્જવળ કારકિર્દી ઘડવાની ઉત્તમ તક ઉપલબ્ધ બને છે રાજ્ય સરકાર દ્વારા મહિલા તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ‘નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ હેઠળ એક વર્ષના કોર્સ માટે રૂ.૧૫,૦૦૦ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓનો લાભ, સ્વરોજગારી માટે માર્ગદર્શન તેમજ કારકિર્દી વિકાસની અનેક તકો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પ્રવેશ માટે વિદ્યાર્થીનીઓએ તા. ૨૩ જૂન, ૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી માટે https://itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર નોંધણી કરી શકાશે. અરજી સાથે ધોરણ-૧૦ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, જાતિનો દાખલો (લાગુ પડતું હોય તો) તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. કોઈપણ ઉંમરની બહેનો પ્રવેશ મેળવી શકશે. વધુ માહિતી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જૂનાગઢ (મહિલા), પંચેશ્વર રોડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલ પાસે, જૂનાગઢ ખાતે સંપર્ક કરવા અખબાર યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!