CHOTILAGUJARATSURENDRANAGAR

ચોટીલાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વરસાદી વાતાવરણમાં વાયરલ રોગચાળો ફેલાતાં દર્દીઓનો ધસારો

તા.03/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકામાં વરસાદ ઓછો વરસ્યો હોવા છતાં વરસાદી વાતાવરણ રહેતા રોગચાળો ફેલાયો જોવા મળે છે તેમાં સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીનો મેળાવડો જોવા મળે છે ચોટીલા વિસ્તારમાં સામાન્ય વરસાદ છે તેમ છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા ઋતુ ફેર રોગના પ્રમાણમાં વધારો થયો છે વાયરલ ફ્લુ અને તાવ, ઉઘરસ, ઝાડા જેવા રોગોનું પ્રમાણ મોટી સંખ્યામાં રહે છે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે સવારથી જ ઓપીડી પર દર્દીઓની લાઈનો લાગે છે તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓનો મોટો ઘસારો જોવા મળે છે ચોટીલા ગ્રામ્ય વિસ્તારોમાં છૂટા છવાયા સામાન્ય વરસાદ વરસતા વાતાવરણને કારણે લોકોમાં બીમારીનો વધારો થયો છે ચોટીલા 84 જેટલા ગામડાઓ ધરાવતો તાલુકો છે તેથી વધુ સારવાર માટે લોકો ચોટીલા આવતા હોય છે તેમાં સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે વાયરલ ફ્લુ અને અન્ય રોગો સહિત 350થી વધુ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ચોટીલા રેફરલ હોસ્પિટલના ડોક્ટર મુકેશભાઈ સાકરીયા દ્વારા જણાવતા હાલ ઓછા વરસાદ અને ભેજવાળું વાતાવરણ રહેતા વાઇરલ ફ્લુ બીમારીમાં વધારો થયો છે જેથી લોકો શરીર સંબંધી વધુ કાળજી રાખવાની જરૂરિયાત ઊભી થાય છે જેમાં પાણી ઉકાળીને પીવું આજુબાજુમાં કચરો સાફ કરવો ગંદકી ન કરવી જેથી કર અને સ્વાસ્થ્ય બંને સારા રહે તેથી બીમારી સામે રક્ષણ મળી રહે તેમ જ બીમારીનો ભોગ ન બનવું પડે.

Back to top button
error: Content is protected !!