BHARUCHNETRANG

નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે “વિશ્વ આરોગ્ય દિવસ” ની ઉજવણી કરવામાં આવી.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ આરોગ્ય દિવસ ૨૦૨૫ નિમિત્તે પ્રેમ, કાળજી અને સહાનુભૂતિથી ભરેલા એક ખાસ દિવસ ઉજવણી કરવામાં આવી હતી.

 

“સ્વસ્થ શરૂઆત, આશાવાદી ભવિષ્ય” ની થીમ સાથે સામુહિક આરોગ્ય કેન્દ્ર ઈનચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. શિલ્પા માંડણકા દ્વારા ગર્ભવતી અને નવજાત માતાઓની સાથે ઊભા રહીને આરોગ્ય જ્ઞાન, સહારો અને પોષણ માટે સૂકા મેવાની નાની એવી ભેટ આપી તેમની સફરમાં ભાગીદાર બન્યાં હતા.

 

આ તબક્કે નેત્રંગ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એન.સિંઘ, બાળરોગ ચિકિત્સક ડૉ.રીના પાટણવાડિયા, ડૉ.વિરેન્દ્ર પટેલ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો

હતો.

 

Back to top button
error: Content is protected !!