અરજદારને સમય મર્યાદામાં માહિતી કે જવાબ નહી આપનાર વેજલપુરના તલાટી કમ મંત્રીને માહિતી આયોગે રૂ 25 હજારનો દંડ ફટકાર્યો

તારીખ ૨૦/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ના યોગેશકુમાર ચંદુલાલ કાછીયા દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને જાહેર માહિતી અધિકારી પાસે તા ૦૨/૦૧/૨૦૨૪ ના રોજ આરટીઆઈ એક્ટ હેઠળ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા ૧૪ મા અને ૧૫ મા નાણા પંચ ની વિગતો કેટલી ગ્રાન્ટ મળી ક્યા ક્યા વિસ્તારોમાં કામ થયા તથા ગ્રામ પંચાયત દ્વારા તા ૩૧/૦૩/૨૦૧૮ થી તા ૩૧/૦૩/૨૦૨૩ સુધીના થયેલ ઠરાવો ની વિગત ની માહિતી માંગી હતી જે અરજીનો તલાટી કમ મંત્રી દ્વારા કોઈ જવાબ આપ્યો નહોતો કે માંગેલ માહિતી પણ આપી નહોતી જેથી અરજદાર યોગેશકુમાર ચંદુલાલ કાછીયા દ્વારા કાલોલ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પ્રથમ અપીલ કરી હતી તાલુકા વિકાસ અધિકારી દ્વારા તા ૩૦/૦૩/૨૦૨૪ ના રોજ હુકમ કર્યો અને દશ દિવસ મા માહિતી આપવા જણાવ્યુ હતુ તેમ છતાં પણ કોઈ માહિતી ન આપતા અરજદાર દ્વારા માહિતી આયોગ સમક્ષ તા ૨૮/૦૬/૨૦૨૪ ના રોજ ફરિયાદ કરી હતી જેની સુનાવણી આયોગ દ્વારા તા ૨૬/૦૩/૨૫ ના રોજ વિડીઓ કોન્ફરન્સ દ્વારા યોજાઈ હતી જેમા વેજલપુર ના તત્કાલીન તલાટી કમ મંત્રી રમેશચંદ્ર છોટાલાલ ભોઈ ને આયોગ દ્વારા સુનાવણી મા અચૂક હાજર રહેવા અને સ્પષ્ટતા કરવા તાકીદ કરી હોવા છતા પણ હાજર રહ્યા નહોતા. અરજદાર યોગેશકુમાર ચંદુલાલ કાછીયા પણ હાજર રહ્યા નહોતા. હાજર રહેલા તલાટી કમ મંત્રી જે પી ગોહિલે જણાવ્યુ હતુ કે પોતે ચાર દિવસ પહેલા જ હાજર થયા છે તથા અગાઉના તલાટી કમ મંત્રી એ કોઈ માહિતી આપી નથી કે અરજદાર સાથે કોઈ પત્ર વ્યવહાર કરેલ નથી. સમગ્ર મામલે તત્કાલીન માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રી રમેશચંદ્ર છોટાલાલ ભોઈ હાલ તલાટી કમ મંત્રી કાલાંત્રા ની બેદરકારી અને આરટીઆઈ એક્ટ ૨૦૦૫ ની કલમ ૨૦(૧) નુ ઉલ્લંઘન કરવા ની વિગતને આયોગે ગંભીરતા થી જોતા રૂ ૨૫,૦૦૦/ નો દંડ કરવાનો આદેશ આપ્યો છે અને દંડની રકમ ૩૦ દિવસમાં ચલન થી જમા કરાવવા અને જો સમય મર્યાદામાં રકમ જમા ન કરાવે તો તેમના પગાર ભથ્થા માંથી કપાત કરી સરકારી તિજોરીમાં જમા કરાવવા હુકમ કર્યો છે. આમ આરટીઆઈ એક્ટ ને ઘોળી ને પી જતા અધિકારીઓને યોગ્ય સબક મળે તેવો હુકમ આયોગના કમિશનર વિપુલ રાવલ દ્વારા કરવામાં આવ્યો છે.વધુમા અરજદાર યોગેશકુમાર ચંદુલાલ કાછીયા દ્વારા માંગેલ માહિતી અન્વયે રેકર્ડ આધારિત માહિતી તેઓને પંદર દિવસમા વિના મુલ્યે આરપીએડી થી પુરી પાડવા અને આયોગને તેની જાણ કરવા હાલના તલાટી કમ મંત્રી ને આદેશ આપ્યો છે.








