
તા.૧૫.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Zalod:ઝાલોદ માં આવેલ આઈ પી મિશન સ્કૂલમાં વિધાર્થીઓ ને જાણકારી એ જ બચાવ પર કાર્યક્રમ યોજાયો
દાહોદ જિલ્લાના ઝાલોદ માં આવેલ ” આઇ પી મિશન સ્કૂલ ” ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો“ ROUTES OF TRANSMISSION & PREVENTION STRATEGIES” માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ટી એચ ઓ અને જીલ્લા ટીબી એચ આઈ વી ઓફિસરના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ ની સુચના અનુસાર દાહોદ ઝાલોદ તાલુકાના આઇ પી મિસન સ્કૂલ ખાતે“ ઇન્ટેસીફાઈડ આઈ.ઈ.સી. કેમ્પેઈન ૨૦૨૫” અંતર્ગત સ્કૂલ વિદ્યાર્થીયોઓ ભાગ લીધો . જે કાર્યક્રમમાં આરોગ્ય પ્રોગ્રામના તજજ્ઞો દ્વારા HIV,TB, SYPHILIS, STI, HEPATITIS, SICKLE, LEPROSY રોગો તેમજ હેલ્થ એજ્યુકેશન વિશે સ્કૂલના વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યું.જેમાં ધોરણ 8 થી 12 ના 700 જેટલા વિદ્યર્થીઓએ હાજરી આપી. આ કાર્યક્રમ નો મુખ્ય ઉદેશ્ય છે કે વિધાર્થીઓને સમયસર સેવાઓ વિશે જાણકારી મળે અને ટેસ્ટીંગ તેમજ ટ્રીટમેન્ટ માટે અવર્નેશ થાય વિશેષમાં NACP – કાઉન્સેલર ઓ આર ડબલું અને એડોલેશન કાઉન્સેલર આશાબેન , લેબટેક ઓના સંયુક્ત ઉપક્રમે આઇ પી મિશન સ્કૂલના પ્રિન્સીપાલશ્રી ના અધ્ય્ક્ષ સ્થાને શાળા ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં જન જાગૃતિ ફેલાવવા માટે આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો




