વિજાપુર ગવાડા થી લાડોલ તરફ બટકા ભરવા જતા શકડા મા બેઠેલી સહિત ૧૬ જેટલા મજુરો ને ઈજા
વિજાપુર ગવાડા થી લાડોલ તરફ બટકા ભરવા જતા શકડા મા બેઠેલી સહિત ૧૬ જેટલા મજુરો ને ઈજા ઈજા પામેલા મા વધુ મહીલાઓ અને બે સગીર વય ના શકડા ચાલકને છાતી ના ભાગે ઈજા તમામ દવાખાને દાખલ કરાયા
અકસ્માતની નોંધ જીલ્લા ડિઝાસ્ટર વિભાગે લીધી સ્થળ ઉપર ડિઝાસ્ટર મામલતદાર હરીશ પંડિતે અકસ્માત ગ્રસ્તો ની મુલાકાત લઈ નોંધ લીધી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગવાડા થી શકડાં મા મહીલા મજુરો ને લઈ લાડોલ તરફ બટકા ભરવા માટે જતા ગવાડા બહાર રોડ ઉપર શકડો પલ્ટી મારી જતા બેઠેલા ૧૬ મજુરો સહિત બે સગૌર બાળકો ને ઈજા તાત્કાલિક અકસ્માત ની જાણ એમ્બ્યુલન્સ મારફત તેઓને સરકારી હોસ્પીટલ મા સારવાર માટે લાવવા મા આવ્યા હતા. ડો ઇન્દ્રેશ ભાઈએ ઈજા ગ્રસ્તો તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. જોકે કોઈ જાનહાની જણાઈ ન હતી ડિઝાસ્ટર વિભાગ ને અકસ્માત ની જાણ થતાં નાયબ મામલતદાર હરીશ ભાઈ પંડીત હોસ્પીટલ ખાતે આવી પોહચ્યા હતા. ઈજાગ્રસ્ત લોકોની નોંધ કરી હતી. આ બાબતે પોલીસ ને જાણ કરવા મા આવતા પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી. શકડા ના ડ્રાઈવર ને છાતી ના ભાગે ઈજાઓ ના કારણે બેહોશ થયો હતો. આ અંગે મળતી વિગતો મુજબ ગવાડા ગામથી દશ થી પંદર મહીલા ઓ લોડોલ ગામ તરફ બટકા ભરવા માટે મજૂરી જતી હતી. તે સમયે ગવાડા ગામ બહાર રોડ ઉપર શકડા ના ચાલકે બ્રેક મારવા જતા સ્ટેરીંગ ઉપર કાબૂ ગુમાવતા શકડો પલ્ટી મારી ગયો હતો. શકડા ના ડ્રાઈવર તેમજ બેઠેલી મહીલા અને બે સગીર બાળકો સહિત કુલ ૧૬ જણાં ઘાયલ થયા હતા તમામ ઈજા ગ્રસ્ત ને જનરલ હોસ્પીટલ ખાતે સારવાર માટે લાવવા મા આવ્યા હતા. જોકે અકસ્માત મા કોઈ જાનહાની થઈ ન હતી ૧૬ જણાં નો આબાદ બચાવ થયો હતો. આ બાબતે પોલીસ ને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.