વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
વર્લ્ડ લાર્જેસ્ટ વુમન્સ વોલ્યુન્ટરી સર્વિસ ઓર્ગસ્ટેશન ના હેતુસર હાઈસ્કૂલ દેગામમાં ઇનર વીલ ક્લબ ઓફ વલસાડ દ્વારા અનાથ બાળકોને દિવાળીના તહેવારમાં ગિફ્ટ આપવામાં આવી ક્લબના પ્રેસિસિડેન્ટ મનીષાબેન દેસાઈ દ્વારા શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકોને નવા કપડાની ભેટ આપવામાં આવી એમની સાથે શ્રી પ્રજ્ઞેશભાઈ દેસાઈ પણ હાજર રહ્યા. શાળા વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ હાજર રહી જે બાળકો શાળામાં અભ્યાસ કરે છે તેમના માતા અથવા પિતા હયાત નથી અથવા બંને હયાત નથી એવા બાળકોને દિવાળીમાં નવા કપડાની ભેટ આપી પ્રેરણાત્મક કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યો.
આ કાર્યમાં સહભાગી થનાર સ્પોન્સર શ્રી ભરતભાઈ દેસાઈ છે એવું પ્રેસિડેન્ટ મનીષાબેન દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન અને કાર્યક્રમના સંયોજક તરીકે શાળાના શિક્ષિકા રીટાબેન દ્વારા કરવામાં આવ્યું બાળકોએ નવા કપડાં મેળવવાનો આનંદ અનુભવ્યો. શાળાના આચાર્ય રાકેશભાઈ દ્વારા બલસાર ક્લબને પ્રેરણાત્મક કાર્યક્રમ કરવા બદલ અભિનંદન આપી આભાર માનવામાં આવ્યો.