થાન પાલિકા દ્વારા રોડ નવો બનાવવાના બદલે રોડ પર થીગડા મારી રીપેરીંગ કરાતાં વાહન ચાલકોમાં રોષ ફેલાયો
તા.20/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના થાન પાલિકા દ્વારા વર્ષો પહેલા તૂટી ગયેલો સિમેન્ટ રોડ નવો બનાવવાના બદલે રોડ ઉપર થીગડા મારી રિપેરીંગ કામ હાથ ધરવામાં આવતા સ્થાનિક રહીશો, વાહન ચાલકો, રાહદારીઓમાં વ્યાપક રોષની લાગણી ફેલાઈ જવા પામી છે તથા તૂટી ગયેલો રોડ નવો બનાવવાની માંગ કરવામાં આવી છે થાન પાલિકાને વર્ષોથી અણઘડ, અભણ, અને વહીવટી શુઝ બુઝ વગરના મળી રહ્યા છે જેના કારણે શહેરના વિકાસ માટે દર વર્ષે અબજો રૂપિયાનું ભંડોળ આવી રહ્યું છે પરંતુ આ ભંડોળ ક્યાં જાય છે અને ક્યાં વપરાય છે તેની ખબર જ પડતી નથી, અબજો રૂપિયાની આવક હોવા છતાં શહેરની સ્થિતિ ઉતરોતર બગડતી જઈ રહી છે અત્યાર સુધી મળેલા અબજો રૂપિયા જો સાચા રસ્તે અને શુદ્ધબુદ્ધિથી વપરાય હોત તો શહેર કદાચ સોનાનું બની ગયું હોત વાર્ષિક અબજો રૂપિયાની આવક હોવા છતાં શહેરની સ્થિતિમાં કોઈપણ ફેરફાર થયો નથી જેમાં રોડ, રસ્તા, ગટર, લાઈટ, પાણી માટે શહેરીજનો આજે પણ ઝઝૂમી રહ્યા છે આવા શાસકોને લઈને દિલ્હીથી ગ્રામ પંચાયત સુધી આ જ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે થાનના આઝાદ ચોક પાસે આવેલ દવાખાના પાસેથી જૂની પીપલ્સ બેંક સુધી આશરે 150 ફૂટનો રસ્તો વર્ષોથી તૂટી ગયેલી હાલતમાં હોય જેને નવો બનાવવાના બદલે તંત્ર દ્વારા તે રસ્તા ઉપર થીગડા મારની કામગીરી કરાવામા આવતા સ્થાનિક રહીશો, રાહદારીઓ, વાહન ચાલકોમા વ્યાપક રોષની લાગણી સાથે તુરત જ રસ્તો નવો બનાવવાની માંગ કરવામાં આવી છે.