મહીસાગર કલેક્ટર સૂચનાથી લુણાવાડામાં ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી દ્વારા સઘન તપાસ, અખાદ્ય જથ્થાનો નાશ

કલેક્ટર સૂચનાથી લુણાવાડામાં ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી દ્વારા સઘન તપાસ,
અખાદ્ય જથ્થાનો મહીસાગર જિલ્લામાં GBS ના શંકાસ્પદ કેસોને પગલે તંત્ર સતર્ક
****
કલેક્ટર સૂચનાથી લુણાવાડામાં ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી દ્વારા સઘન તપાસ, અખાદ્ય જથ્થાનો નાશ
***
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લામાં તાજેતરમાં નોંધાયેલા GBS ના શંકાસ્પદ કેસોને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા ત્વરિત અને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટરશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA), ગોધરા/મહીસાગર દ્વારા લુણાવાડા શહેરમાં ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટ્સ પર સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.


ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અન્વયે ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમો દ્વારા લુણાવાડાના વિવિધ વિસ્તારોમાં આવેલ ખાદ્યપદાર્થોના વેચાણ સ્થળોની ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા લુણાવાડાના મોડાસા રોડ પર આવેલ નંદન આર્કેડ ખાતેના શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાંથી ૫ નમૂના, નિયો પોલિટન પીઝામાંથી ૬ નમૂના અને ગોધરા રોડ પર આવેલ રાજસ્થાની દાળબાટી સેન્ટરમાંથી ૨ નમૂના મળી કુલ ૧૩ જેટલા ખાદ્યપદાર્થોના શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, નંદન આર્કેડ સ્થિત આર્યન ફૂડ ઝોન અને એસ.ટી. ડેપો ખાતે આવેલ જય માતાજી સ્ટોલ પર પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ મેગા ડ્રાઇવ દરમિયાન જાહેર આરોગ્ય માટે જોખમરૂપ અને બિનઆરોગ્યપ્રદ એવો અંદાજિત રૂ. ૧૩,૨૬૮ ની કિંમતનો અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં, તપાસ કરાયેલ તમામ એકમોના સંચાલકોને ફૂડ સેફ્ટી કાયદા હેઠળ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ (Improvement Notice) ફટકારવામાં આવી છે. તમામ વેપારીઓને હાઇજેનિક કન્ડિશન (સ્વચ્છતા) જાળવી રાખવા અને ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવા માટે કડક તાકીદ કરવામાં આવી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.




