લીંબડી શહેરમાં ટ્રાફિક સમસ્યા અને ચોરીના બનાવો બનવાથી વેપારીઓની રજૂઆત
1 મહિનામાં 3 મકાનમાં 17 તોલા સોના, 3 કિલો ચાંદીના દાગીનાની ચોરીની ઘટના
તા.08/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
1 મહિનામાં 3 મકાનમાં 17 તોલા સોના, 3 કિલો ચાંદીના દાગીનાની ચોરીની ઘટના
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં ટ્રાફિક સમસ્યા અને ચોરીના બનાવો વધી રહ્યા છે જેને લઈને જિગ્નેશ કોઠિયા, પાર્થભાઈ સોની, ચેતનભાઈ પટેલ, ઈશ્વરભાઈ ઝાલા, કિરીટભાઈ દોશી, કિર્તીભાઈ દોશી સહિત વેપારીઓએ પીએસઆઈ ઝેડ.એલ. ઓડેદરા અને સેક્ધડ પીએસઆઈ સાથે બેઠક યોજી ચોરીના બનાવો અને ટ્રાફિક સમસ્યા અંગે ઘટતું કરવા રજૂઆત કરી હતી આ અંગે વેપારી જિગ્નેશ કોઠિયાએ જણાવાયું કે 1 મહિનામાં શહેરમાં 3 મકાનમાં 17 તોલા સોના અને 3 કિલોથી વધુ ચાંદીના દાગીના, રોકડ રકમની ચોરીના બનાવો બન્યા હતા. દિવસો વિત્યા છતાંય તસ્કરોની ભાળ મળી નથી ભોગ બનનાર લોકોએ જીવનભર ભેગી કરેલી સંપત્તિ તસ્કરો અમુક કલાકોમાં સાફ કરી ગયા હતાં લીંબડીમાં એટીએમ, બેન્ક, એસટી ડેપોમાં ચોરીની ઘટના બની હતી જેના સીસીટીવી ફૂટેજમાં તસ્કરોનો ચેહરો દેખાતો હતો છતાં ચોર પોલીસના હાથમાં આવ્યા નથી ચોરીના બનાવો અંકુશમાં લેવા રાતે પોલીસ પેટ્રોલિંગ વધારી હોમગાર્ડ જવાનો પાસેથી યોગ્ય કામગીરી લેવાની માંગ કરી હતી દબાણ કર્તાઓને કારણે શહેરના માર્ગો પર ટ્રાફિક સમસ્યા વધી ગઈ છે તળાવ કિનારે, શાક માર્કેટ, સરોવરિયા ચોક, મોરભાઈના ડેલા સહિત રોડ પર માથાભારે ઈસમો આડેધડ વાહન પાર્ક છે જેના કારણે ટ્રાફિક સમસ્યા વધી છે જેની ધંધા પર આની માઠી અસર પડે છે દુકાનોની સામે વાહનો ઉભા રાખનારા શખસો સાથે વેપારીઓને ઘર્ષણમાં ઉતરવું પડે છે દિવસમાં 2 વાર પોલીસ વાહન બજારમાં પેટ્રોલિંગ માટે નીકળે તો આડેધડ થતું પાર્કિંગ બંધ થઈ જાય અને શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે છે પીએસઆઈએ વેપારીઓની રજૂઆત અંગે કામગીરી કરવાનું આશ્વાસન આપ્યું છે.