કાલોલ ધંનજય ગેસ એજન્સી માં જીલ્લા પુરવઠા અધિકારી ની આકસ્મિક તપાસ માં ગેરરીતિ ઝડપાઇ
તારીખ ૦૧/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કાલોલમાં આવેલ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.સંચાલિત ધનંજય ગેસ એજન્સીને ત્યાં તારીખ ૩૧/૦૭/૨૦૨૪ ના રોજ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર પંચમહાલ ગોધરા એચ.ટી મકવાણા અને તેઓની ટીમ તથા મામલતદાર કાલોલ તેમજ તેઓની સંયુકત ટીમ સાથે આસ્મિક તપાસણી કરતા નીચે મુજબની ક્ષતિઓ જણાયેલ છે. જેમાં ગેસ એજન્સીમાં ૧૪.૨ કેજી ધરેલું રાંધણ ગેસના ભરેલા ૧૪ સિલિન્ડરોની ધટ, પાંચ કેજી ના ૧૩ સિલિન્ડરો ની ધટ તથા ૧૦ કેજી ના ૭ ગેસ સિલિન્ડરો મળી આવેલ છે અને એજન્સી દ્વારા ગ્રાહકો ગોડાઉન પર ગેસ સિલિન્ડર લેવા માટે આવે ત્યારે ગેસ એજન્સી તેઓએ મળવાપાત્ર રીબેટ આપવામાં આવતુ નથી. અને ગેસ સિલિન્ડર બાબતે ગ્રાહકોની ફરિયાદ માટે અધિકારીઓના નામ તથા મોબાઇલ નંબરની વિગત દર્શાવતું બોર્ડ નિભાવેલ નથી.,સ્થળ પર ખૂલતો સ્ટોક, બંધ સ્ટોક તથા ભાવની વિગતો દર્શાવતું બોર્ડ નિભાવેલ નથી.,ગેસ ગોડાઉન પર જરૂરી માત્રામાં અગ્નિશામક યંત્રો રાખવામા આવેલ નથી.,એજન્સી દ્વારા પુરતી માત્રામાં હોમ ડીલીવરી કરવામાં આવતી નથી, એજન્સીના સ્થળે કામના કલાકો લખવામાં આવેલ નથી,ગેસ ગોડાઉન પર વજન કાંટા રાખવામા આવેલ તે બંધ હાલતમાં જોવા મળેલ છે.જે અંતર્ગત ધનંજય ઇન્ડિયન ગેસ એજન્સીને કાલોલ દ્વારા એલપીજી ઓર્ડર-૨૦૦૦ ની કંડીકા ૪(૧)(e) ભંગ કરેલ હોય તેમજ એલપીજી ઓર્ડર-૨૦૦૦ની કંડીકા ૧૩ અન્વયે ધટ પડે ૧૪.૨કેજી ના ૧૪ સિલિન્ડર જેની કિંમત રૂ.૧૧,૩૪૦, પાંચ કેજી ના ૧૩ સીલીન્ડર જેની કિંમત રૂ.૩,૯૨૬ તથા ૧૦ કેજી ના ૭ સિલિન્ડર જેની કિંમત રૂપિયા ૪૦૬૦ આમ કુલ મળી ૧૯,૩૨૬(અંકે રૂપિયા ઓગણીસ હજાર ત્રણ સો છવ્વીસ પૂરા નો જથ્થો જપ્ત (સીઝ) કરી એલપીજી ઓર્ડર-૨૦૦૦ તથા ધી એલપીજી સિલિન્ડરના નિયમો-૨૦૧૬-અન્વયે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સંચાલિત ધનંજય ગેસ એજન્સી કાલોલ સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.