નવા રાયસંગપર ગામમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક રજા મૂક્યા વગર જ અનેક વર્ષોથી ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું.
તા.15/11/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી તાલુકાની નવા રાયસંગપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષક કેતનકુમાર આર. બોળા ઘણા લાંબા સમયથી બિનઅધિકૃત રીતે ગેરહાજર છે બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેવા બદલ બાળકોના શિક્ષણ પર પણ ગંભીર અસર પડી રહી છે જિલ્લા શિક્ષણ સમિતિની કચેરી દ્વારા વારંવાર મૌખિક લેખિત જાણ કરવા છતાં આજદિન સુધી ફરજના સ્થળે હાજર થયા ન હોવાથી, નોકરીમાંથી દુર કરવાની વિચારણા હોઈ, આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન 10માં જિલ્લા શિક્ષણ સમિતિની કચેરી સમક્ષ ખુલાસા સાથે હાજર થવા જણાવવામાં આવે છે સમયમ ર્યાદામાં અત્રેની કચેરીએ હાજર નહી થાય તો, તમો કંઈ કહેવા માંગતા નથી તેમ માની લઈને મનસ્વી ગેરહાજરી સબબ ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-1971 ના નિયમો- 14(1) (2)ની જોગવાઈ મુજબ તમારી સામે ખાતાકીય તપાસ કરવાનું વ્યાજબી રીતે વ્યવહારું ન હોઈ ગુજરાત સરકારના નાણાં વિભાગના ગેઝેટ (ન.જી.એન-114) RAJ-2006-0-877-P તા.01/12/2006ના નોટીફિકેશન મુજબ તમારી નોકરી સમાપ્ત કરવામાં આવશે જેની લાગતા વળગતાઓએ આ અંગેની જાણ સંબંધકર્તાઓને કરવાની રહેશે તેમ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણ સમિતિ, સુરેન્દ્રનગરની જાહેર નોટીસમાં જણાવાયું છે.