GUJARATSURENDRANAGARWADHAWAN

હ્યુસ્ટન અમેરીકાનાં મહાત્માગાંધી મ્યુઝીયમ માટે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો.

જગદીશ ત્રિવેદીએ પોતાના તરફથી 4,25,000 રુપિયાનું દાન આપી અપીલ કરતાં આશરે 25,000 અમેરીકન ડોલરથી વધું દાન એકત્ર થયું.

તા.01/10/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જગદીશ ત્રિવેદીએ પોતાના તરફથી 4,25,000 રુપિયાનું દાન આપી અપીલ કરતાં આશરે 25,000 અમેરીકન ડોલરથી વધું દાન એકત્ર થયું.

ગુજરાતના ગૌરવસમાન હાસ્ય કલાકાર, લેખક અને સમાજસેવક પદ્મશ્રી ડો.જગદીશ ત્રિવેદીની અમેરીકા કેનેડાની ૨૦૨૪ની યાત્રાનો ૨૯મો કાર્યક્રમ
તા.૨૭/૦૯/૨૦૨૪ શુક્રવારે હ્યુસ્ટન ટેક્ષાસ ખાતે યોજાયો હતો ઈટરનલ ગાંધી મ્યુઝીયમ ઓફ ટેક્ષાસના નાનકડાં પણ સુંદર સભાગૃહમાં મ્યુઝીયમનાં લાભાર્થે યોજાયેલા આ કાર્યક્રમમાં મ્યુઝીયમનાં ફાઉન્ડર ટ્રસ્ટી અતુલભાઈ કોઠારીએ સ્વાગત પ્રવચન કર્યું હતું ત્યાર બાદ બીજા ટ્રસ્ટી ડો. મનીષ વાનીએ સૌને મ્યુઝીયમ વિશેની માહિતી આપી હતી અને ત્રીજા ટ્રસ્ટી દેવેન્દ્ર મહાજને આભારવિધી કરી હતી આશરે ૨૦૦થી વધું લોકોથી હાઉસફૂલ આ સભાખંડમાં આશરે ત્રણ કલાક સુઘી ચાલેલાં હાસ્ય દરબારમાં જગદીશ ત્રિવેદીએ પોતાના તરફથી આ મ્યુઝીયમને ૪,૨૫,૦૦૦ રુપિયાનું દાન જાહેર કરીને પ્રેક્ષકોને અપીલ કરતાં ગણત્રીની મિનિટોમાં આશરે ૨૫,૦૦૦ અમેરીકન ડોલરથી પણ વધું ભંડોળ એકત્ર થયું આશરે ૧૧૦,૦૦,૦૦૦ ( એક કરોડ દસ લાખ ) અમેરીકન ડોલરનાં ખર્ચે તૈયાર થયેલા આ મ્યુઝીયમના સ્ટાફનો પગાર તથા મેન્ટેનસ સાથે વાર્ષિક નિભાવ ખર્ચ આશરે પ,૦૦,૦૦૦ ડોલર છે આ મ્યુઝીયમ જુઓ ત્યારે સમજાય કે અમેરિકાનાં જોવાલાયક સ્થળોમાં માત્ર વ્હાઈટ હાઉસ, ડીઝનીલેન્ડ કે સ્ટેચ્યુ ઓફ લીબર્ટી જ નથી પરંતુ ભારતની આન, બાન અને શાન જેવું આ મ્યુઝીયમ પણ છે જેમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મથી લઈને મૃત્યુ સુધીની તમામ બાબતોની દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ઝીણામાં ઝીણી માહિતી ઉપલબ્ધ છે ટેક્ષાસના મસાલા રેડીયોના એનાઉન્સર દીલીપ કાનાબારે ડો. જગદીશ ત્રિવેદીનો વિગતવાર પરીચય આપી એમની દીર્ઘકાલિન સેવાઓને બિરદાવી હતી.

Back to top button
error: Content is protected !!