BANASKANTHAGUJARATKANKREJ

વડા ખાતે જૈન વિહારધામ અને શ્રી શામળા પાર્શ્વનાથ શીખરબદ્ધ જિનાલય તેમજ ગુરૂ મંદિરની પ્રતિષ્ઠા કરાઈ.

ઓગડ તાલુકાના વડા (વડાપરા) ખાતે ધર્મ સાર્ધ જન્મ શતાબ્દી પન્ન્યાયસ પ્રવર શ્રી ધર્મવિજયજી મહારાજા જૈન વિહાર ધામ,શ્રી શામળા પાર્શ્વનાથ શીખરબદ્ધ જિનાલય

વડા ખાતે જૈન વિહારધામ અને શ્રી શામળા પાર્શ્વનાથ શીખરબદ્ધ જિનાલય તેમજ ગુરૂ મંદિરની પ્રતિષ્ઠા કરાઈ.

ઓગડ તાલુકાના વડા (વડાપરા) ખાતે ધર્મ સાર્ધ જન્મ શતાબ્દી પન્ન્યાયસ પ્રવર શ્રી ધર્મવિજયજી મહારાજા જૈન વિહાર ધામ,શ્રી શામળા પાર્શ્વનાથ શીખરબદ્ધ જિનાલય તેમજ પુજ્યપાદ પન્ન્યાયસ પ્રવર શ્રીધર્મ વિજયજી મહારાજાના સર્વ પ્રથમ ગુરૂ મંદિરની ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ૧/૨/૩ એપ્રિલ ૨૦૨૬ ના ઉજવાઈ ગયો. આજથી ૧૫૦ વર્ષ પૂર્વે કાંકરેજ ની પાવન ભૂમિ ઉપર જૈન પરિવારમાં મહાપુરૂષનું અવતરણ થયું,૧૯ વર્ષની ભર યૌવન વયે નવોઢા પત્નીનો ત્યાગ કરી રાજા ભર્તૃહરીનું નાટક ભજવતાં વૈરાગ્યના રંગે રંગાતા સ્વાર્થીય સંસારની ક્ષણભંગુરતા સમજી સંયમ સાધનામાં પગરણ માંડ્યા.આ મહાપુરુષ મહાન યોગી હતા,ધ્યાન સાધક અને બ્રહ્મત્વના સ્વામી હતા.૩૮ વર્ષ ની એમની સંયમસાધના હતી, શામળા પાર્શ્વનાથ અને શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના અટુંગ ઉપાસક હતા.આ પૂજ્ય મહા પુરૂષની કંઈક સ્મૃતિ કરવાની વર્ષોની ભાવના હતી,જે આજે સાકાર થઈ રહી છે.પૂજ્યપાદ સંઘસૌભાગ્યતિલક આ.શ્રી વિજય યશોભદ્રસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદ અને તેઓશ્રીના શિષ્યરત્ન પ.પૂ.આ. શ્રી વિજય પીયૂષભદ્ર સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને માર્ગદર્શનથી નિર્માણ પામેલ થરા-ભિલડીયાજી તીર્થના હાઈવે રોડ ટચ શામળા પાર્શ્વનાથ જિનાલય સહ ગુરૂ મંદિરની પ્રતિષ્ઠાનો સુઅવસર આવી ગયો જેના નિર્માણનો સંપૂર્ણ લાભ શાહ શારદાબેન રસિકલાલ તથા ઝાલમોરા જ્યોત્સનાબેન વિનોદભાઈ ને પ્રાપ્ત થયો તેમ શૈલેષભાઈ શાહ પ્રગતિ બેંક વાળાએ જણાવ્યું હતું.પૂજ્યપાદ ડહેલાવાલા સમુદાયના ગચ્છાધિપતિ આ.શ્રી વિજયઅભયદેવસૂરીશ્વરજી મહારાજા આદિગુરૂ ભગવંતોની તારક નિશ્રામાં આ પ્રતિષ્ઠા મહા મહોત્સવ ઉજવાયો હતો. વિહારધામની ભૂમિદાતા તેમજ શ્રી શામળા પાર્શ્વનાથ શિખરબદ જિનાલયના નિર્માણ દાતા શારદાબેન રસિકલાલ શાહ વડવાળા પરિવાર,વિહારધામમાં પન્ન્યાયસ પ્રવર શ્રી ધર્મ વિજયજી મહારાજાના ભવ્ય પ્રથમ ગુરૂ મંદિરના નિર્માણદાતા ઝાલમોરા જ્યોત્સનાબેન વિનોદકુમાર લહેરચંદભાઈ પરિવારે લાભ લીધો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!