BANASKANTHAGUJARATKANKREJ

ઓગડ તાલુકાના થરા ખાતે જલારામ મંદિરે કન્યા શાળાના આચાર્ય દ્વારા પવિત્ર પ્રસાદી અર્પણ કરાઈ.

ઓગડ તાલુકાના થરા ખાતે જલારામ મંદિરે કન્યા શાળાના આચાર્ય દ્વારા પવિત્ર પ્રસાદી અર્પણ કરાઈ.

ઓગડ તાલુકાના થરા ખાતે જલારામ મંદિરે કન્યા શાળાના આચાર્ય દ્વારા પવિત્ર પ્રસાદી અર્પણ કરાઈ.

સૌરાષ્ટ્ર્ની ભુમી એટલે સંત અને સુરોની ભુમી જયાં નામી અનામી સંતોએ અઘોર ભકિત કરી ભગવાનના સાક્ષાત દર્શન કર્યા. સૌરાષ્ટ્રની ધરતીને પાવન કરી છે.જેમાં ભકત નરસિંહ મહેતા,શેઠ શગાળશા તદુપરાંત રાજકોટ જિલ્લાના નાનક્ડા વીરપુર ગામે શ્રી જલારામ નામના ભક્તની અઘોર ભકિત થકી ભગવાનના સાક્ષાત દર્શન કરી ઝોળી અને ધોકો જલારામ ને હાથો હાથ દઈ ભગવાન અદ્રશ્ય થયેલ. જેના પડઘા થરામાં પડતાં સ્વ.અચરતલાલ ઠક્કર, અરવિંદભાઈ ઠક્કર (લાટી) સહીત કાંકરેજ કાંકરેજના રઘુવંશી પરીવારના ભાઈઓ બહેનો બાળકો વિગેરે સંતશ્રી જલાબાપુની અહલેક જગાવી વિશાળ મંદિરનું નિર્માણ કર્યું.આ મંદિરે દાતાઓ ના સહયોગથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. જેમાં રેફરલ હોસ્પિટલ મા પ્રસુતાં બહેનો માટે મગ અને શીરા, સુવાવડી બહેનો માટે શુદ્ધ ભોજન સાથે લાડુ, ગરીબ અને નિઃસહાય વિધુર તથા વિધવાને બંને ટાઈમ ભોજન, પક્ષીઓને ચણ,શ્વાનોને રોટલો રોટલી, ગૌ મૈયા માટે લીલો તેમજ સૂકો ઘાસચારો,દર પૂનમે જલારામ મંદિરે બાજરી ના રોટલા- શાક,ખીચડી-કઢી- છાશની પવિત્ર પ્રસાદી પીરસાય છે ત્યારે અષાઢસુદ પૂનમના દિવસે સ્વ. દલસુખરામ અખાણી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવા સુપુત્રી તેમજ કન્યા શાળામા આચાર્ય તરીકે સેવા આપતાં ગીરાબેન અખાણી દ્વારા પવિત્ર ભોજન પ્રસાદી અર્પણ કરાઈ હતી.ઓગડ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ ભરતીબેન ગોકલાણી, દશરથભાઈ ઠક્કર, વિજયભાઈ ઠક્કર ટેસ્ટી, સતિષભાઈ પટેલ, હર્ષદભાઈ ઠક્કરે ભોજન પ્રસાદના લાભાર્થી ગીરાબેન અખાણી, ઓગડ તાલુકા ભાજપ પ્રભારી દિનેશભાઈ મેવાડા, ચેતનભાઈ ત્રિવેદી,થરા શહેર ભાજપ પ્રભારી નિલેશભાઈ ઠક્કર ને ખેસ પહેરાવી શ્રી જલારામ બાપાની છબી આપી સન્માન કર્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 22530

Back to top button
error: Content is protected !!