GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામજોધપુર-દબાયેલુ કૌભાંડ થશે ઉજાગર

રાજ્ય સરકારના મ્યુનિ.એડમીનીસ્ટ્રેટીવ દ્વારા ન.પા. પ્રાદેશીક નિયામકને કાર્યવાહી કરવા સુચના

 

જામનગર (ભરત ભોગાયતા)

 

જામનગર જીલ્લાની જામજોધપુર નગરપાલિકાનુ એક દબાયેલુ કૌભાંડ ઉજાગર  થવાની સંભાવનાઓની આશા જાગી છે કેમકે એક અરજી સંદર્ભે રાજ્ય સરકારના મ્યુનિસિપલ એડમીનીસ્ટ્રેટીવ દ્વારા નગર પાલિકાઓના  પ્રાદેશીક નિયામક  રાજકોટને કાર્યવાહી કરવા સુચના  આપી છે

જામ જોધપુર ના જાગૃત નાગરિક હરેશ ચિત્રોડા દ્વારા નગર પાલિકા ચીફ ઓફિસર દ્વારા વર્મી કંપોઝ માં મોટા પાયે ભષ્ટ્રાચાર આચરવામાં આવેલ જે અંગેની રજુઆત ગાંધીનગર મ્યુનીસીપલ એડમીનીસ્ટ્રેશ માં કરવામાં આવેલ હતી આ અંગે ગાંધીનગર કચેરીએથી આ કોંભાડ અંગેના તપાસ કરવાના આદેશ નગર પાલિકા પ્રાદેશિક કમીશનર ને આપવામાં આવેલ છે. ત્યારે આ કોંભાડ ની તપાસ કેવી થાય તે જોવાનું રહ્યું

ખાસ કરીને ચીફ ઓફીસર દ્વારા ભ્રષ્ટાચાર આદરી ખરા ખોટી કરી કેવી રીતે સમગ્ર ગેરરીતિ આદરી છે તે તપાસનો વિષય હોઇ મ્યુનિ.એડ. એ પણ અરજીને ગંભીરતાથી લીધી છે ત્યારે હવે પ્રાદેશીક નિયામક ત્વરીત પગલા લઇ તપાસ કરાવી અરજદારને ન્યાય અપાવે તેમજ ભ્રષ્ટાચારીઓને પાઠ ભણાવે તેવો અહેવાલ અને અભિપ્રાય બનાવડાવે તેવી જરૂર અંગે નિષ્ણાંતો અને જાણકારો સુચન કરે છે જેથી આવા કૌભાંડ થવા પામે નહી તેવી ધાક બેસાડવા તાતી તપાસની જરૂર પર સૌ ભાર મુકે છે

Back to top button
error: Content is protected !!