GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા જ એલસીબીએ ઇંગ્લિશ દારૂ ભરેલા ટેન્કરને ઝડપી લીધું: એક ઝડપાયો

થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા જ એલસીબીએ ઇંગ્લિશ દારૂ ભરેલા ટેન્કરને ઝડપી લીધું: એકની ધરપકડ

31st ની ઉજવણીમાં દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે જેથી બુટલેગરો અત્યારથી દારૂની હેરાફેરીમાં સક્રિય બન્યા હતા જેમાં ટેન્કરમાં ચોરખાનું બનાવી મસમોટો દારૂનો જથ્થો માળિયા તરફ પહોંચાડાય તે પૂર્વે જ મોરબી નજીકથી એલસીબી ટીમે ઝડપી લીધું હતું જેના ચોરખાનામનથી ૫૯૬૪ બોટલ દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસે ૧૯.૯૫ લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

31st ની ઉજવણી નિમિતે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હોય જેથી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં ઓય દરમિયાન વાંકાનેરથી માળિયા તરફ એક ટેન્કર જીજે ૧૨ બીવી ૧૦૭૮ પસાર થવાનું હોય જેમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી લઇ જવાતો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને ટેન્કર જીજે ૧૨ બીવી ૧૦૭૮ વાળું માળિયા ફાટક ઓવરબ્રિજના છેડે પહોંચતા ટેન્કરને આંતરી લેવામાં સફળતા મળી હતી

જે ટેન્કરની તલાશી લેતા ટેન્કરમાં ચોરખાનું બનાવેલ જે ચોર ખાનામાંથી ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો જે ટેન્કરમાંથી પોલીસે ગ્રીન લેબલ વ્હીસ્કી બોટલ નંગ ૪૩૨, ગ્રીન લેવલ વ્હીસ્કી બોટલ નંગ ૨૯૭૬, મેકડોવેલ્સ બોટલ નંગ ૯૪૮ અને મેકડોવેલ્સ વ્હીસ્કી બોટલ નંગ ૧૬૦૮ એમ કુલ ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ ૫૯૬૪ મળી આવી હતી જેથી પોલીસે ૯,૮૬,૪૦૦ ની કિમતનો દારૂનો જથ્થો તેમજ ટેન્કર જીજે ૧૨ બીવી ૧૦૭૮ કીમત રૂ ૧૦ લાખ તેમજ બે મોબાઈલ કીમત રૂ ૫૫૦૦ અને રોકડ રૂ ૩૬૬૦ એમ કુલ રૂ ૧૯,૯૫,૫૬૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

જે ટેન્કરના ચાલક લક્ષ્મણરામ જુન્જારામ જાટ (ઉ.વ.૨૮) રહે રાજસ્થાન વાળાને ઝડપી લેવામાં આવ્યો છે તો ટેન્કરના માલિક અને માલ મોકલનાર જયદીપ જાટ રહે બાડમેર રાજસ્થાન તેમજ ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જે કામગીરીમાં એલસીબી પીઆઈ ડી એમ ઢોલ, પીએસઆઈ કે એચ ભોચીયા, પીએસઆઈ એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, સુરેશભાઈ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ કાહ્વડા, વિક્રમભાઈ ફૂગસીયા તેમજ એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ જોડાયેલ હતી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!