જામનગરના વિકાસથી સૌ ને માહિતગાર કરાયા

ભારતીય જનતા પાર્ટી યુવતી સંમેલન તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયા.


ભારત ના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વની કેન્દ્ર સરકાર, અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. આરોગ્ય હોય, પ્રાથમિક સુવિધા, સ્વચ્છતા હોય, શિક્ષણ હોય, કે સામાજિક સુરક્ષા. જામનગર શહેર ની છેલ્લા ૨ દાયકાઓમાં કાયાકલ્પ થઇ છે. હાઈટેક ફ્લાયઓવર બ્રિજ, ફાટક રહિત રેલવે ક્રોસિંગ, ૪ માર્ગીય રસ્તાઓ, સહીત અનેક વિકાસના કામો થાય છે, અને થઇ રહ્યા છે. આ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાથમિક સુવિધાઓ ના અપગ્રેડેશન થી લઇ હાઈટેક સુવિધા સુધીના મુદ્દાઓ ને ઘોષણા પત્ર માં આવરી લેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી નો દરેક નેતા કાર્યકર્તા સત્તત પ્રજાહિત ની કામગીરી અર્થે સમર્પિત રહે છે. ભારતીય જનતા પાર્ટી યુવાઓ થી લઇ વરિષ્ઠ નાગરિકો માટે સમર્પિત કામગીરી કરવા કટિબદ્ધ રહી છે. આ તબ્બકે ભારતીય જનતા પાર્ટી દ્વારા “યુવતી સંમેલન” તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલન” નું આયોજન કરવામાં આવેલ. આ તબ્બકે પ્રબુદ્ધ નાગરિક સંમેલન માં ભારતીય જનતા પાર્ટી ના ઘોષણા પત્ર ઉપર ઉદબોધન કરવામાં આવેલ, તેમજ ભારતીય જનતા પાર્ટી ને બહોળી સંખ્યામાં મતદાન કરી વિજય બનાવવા અપીલ કરવામાં આવેલ. યુવતી સંમેલન માં જે પહેલી વખત મતદાન કરવા જવાના છે તેઓને મતદાનની પદ્ધતિ વિષે માહિતગાત કરવામાં આવેલ.
આ સંમેલનમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, પ્રભારી ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ શ્રી અંજુબેન વેકરીયા, પ્રદેશ મહિલા મોરચા ઉપપ્રમુખ અરુણાબેન ચૌધરી, જામનગર શહેર મહિલા મોરચાના પ્રભારી ફાલ્ગુનીબેન વ્યાસ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, ગોવાશિપ યાર્ડ ના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, જામનગર શહેર મહિલા મોરચા અધ્યક્ષ દક્ષાબેન અગ્રાવત, વસંતભાઈ ગોરી, સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજના ટ્રસ્ટી પિયુષભાઈ પટેલ, જામનગર શહેર મહિલા મોરચાના મહામંત્રી નિકિતાબેન કુંવરિયા અને અવનીબેન ત્રિવેદી સહીત યુવતી સંમેલન માં પ્રથમ વાર મતદાન કરવા જઈ રહેલ યુવતીઓ, તથા પ્રબુદ્ધ સંમેલન માં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમ મીડીયા સેલ કન્વીનર ભાર્ગવ ઠાકરની યાદી જણાવે છે





