જામનગર ના અલિયાબાડામાં આવેલી દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલયના NSS યુનિટ દ્વારા તારીખ ૨૭ જાન્યુઆરી ના રોજ કેમ્પનું ઉદ્ઘાટન બાણુગાર મુકામે કરવામાં આવ્યું.
કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બાણુગાર શાળાના ટ્રસ્ટી ભગવાનજીભાઈ કાનાણી તેમજ ગામના સરપંચશ્રી ભાણીબેન પરમાર, ઉપસરપંચશ્રી મુકતાબેન વાસજાડીયા, આચાર્યશ્રી બિપિનભાઈ ભેસદડીયા , જિલ્લા પંચાયત સદસ્યશ્રી ભાવનાબેન ભેસદડીયા,અન્ય સમાજ અગ્રણીઓ ભરતભાઈ ભેસદડીયા અને એસ.કે. ભેસદડીયા શાળાના આચાર્યો હસમુખભાઈ કાનાણી અને અમરીબેન ચંદ્રોવાડીયા તેમજ તલાટી કમ મંત્રીશ્રી હિનાબેન ચૌધરી જોડાયા. કાર્યક્રમમાં NSS ગીત , પ્રાર્થના સ્વાગત ગીત અને સ્વાગત નૃત્ય તાલીમાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા.અતિથિ દ્વારા NSS કીટનું વિતરણ કરવામાં આવ્યું.
મહાવિદ્યાલયના આચાર્યા ડૉ રૂપલબેન માંકડ દ્વારા સ્વ થી સર્વ સુધીની યાત્રા કરવા જણાવવામાં આવ્યું તો અધ્યક્ષ શ્રી દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાનું મહત્વ સમજાવવામાં આવ્યું. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડૉ.જીગ્નેશભાઈ લિંબાચિયા દ્વારા કરવામાં આવ્યું.
«
Prev
1
/
116
Next
»
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગામ સમસ્ત આયોજિત સમૂહ લગન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું