JAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

મા શ્રી સજુબા ગર્લ્સ હાઇસ્કૂલનુ ધોરણ ૧૦નુ પણ ઝળહળતુ પરીણામ

વિદ્યા વિનયથી શોભે …….વગેરે વગેરે અનેક સુત્રો ભીંત/દીવાલમાંથી જાણે બોલતા હોય છે

 

જામનગર (ભરત જી.ભોગાયતા)

હાલારની ખાનગી સ્કૂલોને ટક્કર મારતી સજુબા હાઇસ્કૂલના ,ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના પરીણામ ઉતરોતર શ્રેષ્ઠ આવી રહ્યા છે

મા શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ જામનગરનુ ધોરણ ૧૨ નુ અને ધોરણ ૧૦ એમ બંને બોર્ડ પરીક્ષાના પરીણામો ઝળહળતા આવ્યા છે

ત્યારે આ અંગે વાલીઓ વિદ્યાર્થીનીઓ જણાવે છે કે શિસ્ત,સમયબદ્ધતા અને આજ્ઞાંકીતતાના ગુણો આ હાઇસ્કુલમાં વિકસે છે જે માટે આચાર્યા બીનાબેન દવેના માર્ગદર્શનમા શૈક્ષણીક  અને વહીવટી સ્ટાફની જહેમત છે ખાસ કરીને બીનાબેન અનુશાસનના આગ્રહી છે

સાથે સાથે આચાર્યા બીનાબેન દર વરસે રીઝલ્ટ વખતે શ્રેષ્ઠ પરીણામને જાણે એવા વધાવતા હોય છે કે પ્રોફેશનલ   ડીઝઇનરોએ પણ  કહેવુ પડે કે વાહ ખૂબ સરસ……!!

આ હાઇસ્કુલનુ અંદાજે નવ દાયકાથી વધુ જુનુ બાંધકામ તેમજ તેની ભવ્યતા અને દર્શનીય આર્કીટેક્ચર જે રાજાશાહી મહેલ જેવુ લાગે છે શૈક્ષણીક ભવનો આકર્ષક હોય તેમજ સુવિધાસભર હોય તે એક માત્ર બાંધકામ જ નહી પરંતુ જીવંત  માહોલ બનાવે છે અહી વિશાળ ગ્રાઉન્ડ,લાયબ્રેરી, લેબોરેટરી, ભણવા ઉપરાંત  વિદ્યાર્થઓની રૂચી મુજબની ઇતર પ્રવૃતિઓ અને સ્પર્ધાઓ, તેમજ  પરંપરાગત ઉત્સવોની ઉજવણી વગેરેથી કન્યાઓને ભણતર સાથે ઘડતરની તક મળે છે અને એ ગુણો વિકસે છે

આજના આ અહેવાલમાં બીજી મુખ્ય વાત એ છે કે ઝળહળતા પરીણામ આવ્યા ત્યારબાદ આચાર્યા બીનાબેને ઝળહળતા રીઝલ્ટને ,દીકરીઓની સિદ્ધીઓના પ્રચારની આકર્ષક  ડીઝાઇન બનાવીને અનેરો ઉમળકો દર્શાવ્યો છે નહીતર રીઝલ્ટ આવ્યુ તો આવ્યુ એવુ પણ ઘણી શૈક્ષણીક સંસ્થામાં જોવા મળે છે બીજુ આર્ટ/કલા એ સ્રીઓનો વિશેષ ગુણ છે તેમજ દરેક સંજોગો મુજબ પ્રસ્તુત રહેવાની આવડત હોય છે અને શ્રેષ્ઠતાના બહેનો ઘણી વખત આગ્રહી હોય છે

અહી પ્રચારની સાથે ડીઝાઇનની વિવિધતા જે આચાર્યાએ ખૂબ જ ઉમળકાભેર બનાવી દીકરીઓની જહેમતના પરીણામને આકર્ષક રીતે વધાવ્યુ છે

આવો એ ડીઝાઇન જોઇએ…….

 

સજુબા હાઇસ્કૂલના

ધો.૧૦ ના પરિણામ  83.33% આવ્યુ છે  અને વધુ વિગત જોઇએ તો આચાર્ય બીનબેનએ આપેલી વિગતો મુજબ  મા શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓએ એસ.એસ.સી. બોર્ડ ફેબ્રુ-માર્ચ-૨૦૨૬ માં ૮૩.૩૩%  જેટલું ઉચ્ચ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. જ્યાં વિદ્યાર્થીનીઓ વિનામુલ્યે એટલે કે કોઈ પણ પ્રકારની ફી ભર્યા વગર શિક્ષણ મેળવે છે, એવી મા. શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓનું ગુજરાત બોર્ડનું ફેબ્રુ-માર્ચ-૨૦૨૬ નું ધો.૧૦ બોર્ડની પરીક્ષાનું ઉત્કૃષ્ટ પરિણામ આવતાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓને અભિનંદન!!

શિક્ષણ સાથે બીજી સરકારી અનેકવિધ કામગીરીઓ અને જવાબદારીઓ વચ્ચે પણ ઉત્કૃષ્ટ પરિણામ લક્ષી શૈક્ષણિક કાર્ય કરી વિદ્યાર્થીનીઓ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી શકે તે રીતે શાળામાં શિક્ષણ કાર્ય કરી ઉચ્ચ પરિણામ મેળવતાં તમામ શિક્ષકોને અભિનંદન.!!

ધો.10 માં ફેબ્રુ-માર્ચ-૨૬ના આવેલ પરિણામ મુજબ A1  ગ્રેડ – 06 વિદ્યાર્થીની અને A2 ગ્રેડ – 16

૧. રાઠોડ કીર્તિબેન  – A1- 99.28 PR

૨. જોગેલ સુરભી  – A1 – 96.36 PR

૩. કણજારીયા દિયા   – A1- 96.33  PR

૪. જાડેજા મીનલબા – A1 – 96.06 PR

૫. ક્મોરા હાજરા – A1 – 95.74 PR

૬. રાઠોડ ધીરાંગી – A1- 95.58 PR

 

______________

રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

પત્રકાર

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi)

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!