મા શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલ-જામનગરનુ ધોરણ ૧૨નુ ઝળહળતુ પરીણામ

પ્રીન્સીપાલ,શૈક્ષણીક સ્ટાફ અને વિદ્યાર્થીનીઓને ઠેર ઠેરથી અભિનંદન વર્ષા
જામનગર (ભરત ભોગાયતા)
આચાર્યા બીનાબેન દવેના સઘન માર્ગદર્શનમાં છેલ્લા વર્ષોથી ધોરણ ૧૦ અને ૧૨ માં ઉતરોતર ઉજ્જવળ પરીણામો આવતા રહ્યા છે
તેમાય આ વરસે તો શિક્ષકો માટે કસોટી સમાન ગણાય તેવી ………
SIR-મતદાર યાદી સઘન સુધારણાનુ મહા અભિયાન હતુ બીજી તરફ શાળામાં વિદ્યાર્થીનીઓના અભચયાસ સાયન્સ કોમર્સ આર્ટસ ત્રણેય શાખાના અભ્યાસ અને સ્વાધ્યાય માટે ખૂબ જ મહેનત કરતા શિક્ષક ભાઇઓ બહેનોની ફરજ બિરદાવવા જેવી છે
વળી આચાર્યા બીનાબેન દવે શિસ્ત,શિક્ષણ અને સર્વોચ્ચતાના આગ્રહી છે જે અંગે અમુક સ્ટાફ અને અમુક વિદ્યાર્થીનીઓના અભિપ્રાય મળ્યા છે કે વાત્સલ્ય મૂર્તિ હોવાની સાથે અમારા આચાર્ય અમોને મોટીવેટ કરતા રહે છે ઇન્સ્પાયર કરતા રહે છે આ બધુ જ મળીને સરવાળે સારા પરીણામ મળતા હોય છે
આપણે ત્યાં પ્રયાસો નહી પરીણામ જ માપદંડ છે જેથી તે પુરવાર કરવા જવાબદારીવહન એ ખુબ અઘરૂ હોય છે











