JAMNAGAR

કાલાવડના આણંદપર ગામે 4 ભુવાનો પર્દાફાશ કરતુ વિજ્ઞાન જાથા

29 જુન 2023
વાત્સલ્ય સમાચાર
હર્ષલ ખંધેડિયા :- જામનગર

જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકાના આણંદપર ગામે મચ્છુ કઠિયા દરજી ટંકારીયા પરિવાર દ્વારા તેમના કુળનો ભૂવો સ્થાપવા માટે પરિવાર એકઠા થયા હતા જેમાં અન્ય સમાજના 4 ભુવાઓ ધૂણીને આ પરિવારને અંધશ્રદ્ધા તરફ અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ હતો જેથી આ સમાજના જાગૃત નાગરિકોએ વિજ્ઞાન જાથાની મદદથી સમાજને ગેરમાર્ગે જતા અટકાવવા માટે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યાની રૂબરૂ તેમજ લેખિત આપી આવા તત્વોને સમાજને ગેરમાર્ગે દોરવાના રિવાજથી બચાવવા માટે કહ્યું હતું.

જેથી વિજ્ઞાન જાથાની ટીમ તેમજ કાલાવડ ગ્રામ્યના પી.એસ.આઇ અને પોલીસ સ્ટાફ તેમજ મીડિયાની મદદથી ભુવાનો વિજ્ઞાન જાથા તેમજ મીડિયાએ મળીને પર્દાફાશ કરેલ હતો. વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર આ ચારે ભુવાઓએ આણંદપર ગામના સ્મશાનના ખાટલે ભુવાઓએ માથે ઓઢી સ્મશાનના ખાટલે વિધિ-વિધાન કરી ભય, દહેશતનો માહોલ સર્જયો નબળા મનના લોકો માટે માનસિક ઈજાનું કર્યું કામ..તેેમજ જયંતભાઈ પંડ્યાના કહેવા અનુસાર માણસોમાં ભય ઉત્પન્ન કરવો અને ગેરમાર્ગે દોરવવા તે કાનૂની જૂર્મ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!