BANASKANTHAGUJARATKANKREJ

ઓગડ તાલુકા વહીવટ તંત્ર દ્વારા જન કલ્યાણ શિબિર કાર્યક્રમ યોજાયો..

ઓગડ તાલુકા મુખ્ય મથક થરા ખાતે પે. કેન્દ્ર શાળા નં.-૧ મા બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા,

ઓગડ તાલુકા વહીવટ તંત્ર દ્વારા જન કલ્યાણ શિબિર કાર્યક્રમ યોજાયો..

ઓગડ તાલુકા મુખ્ય મથક થરા ખાતે પે. કેન્દ્ર શાળા નં.-૧ મા બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, ઓગડ તાલુકા મામલતદાર કિરણભાઈ ગૌસ્વામી,નગર પાલિકા ચીફ ઓફિસર બાબુભાઈ જોષી,કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, તલાટી કમમંત્રી મનુભાઈ જોષી, જનકકુમાર જીવનભાઈ જોષી ગ્રામસેવક (ખેતી )- ઓગડ ની ઉપસ્થિતિમા ૧૨ મી જૂન ૨૦૨૬ ને સોમવાર ના રોજ સરકારશ્રીની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે અને તે યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેમજવિકસિત ભારત @૨૦૪૭ ના લક્ષ્યનેસિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત @૨૦૪૭ નું ધ્યેય સાકાર કરવા જન કલ્યાણ શિબીર નો કાર્યક્રમ યોજાયો હતો.રાઘવેન્દ્ર જોષીએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી દીપ પ્રાગટ્ય કરી કાર્યમનું આયોજન કરવામાં આવ્યું હતું.કીર્તિસિંહ વાઘેલાએ પ્રાસંગિક પ્રવચન કરી ભાજપ સરકારના કરેલ કામોની વિસ્તૃત માહિતી આપી હતી.ચીફ ઓફિસર બાબુભાઈ જોષી એ જન કલ્યાણ શિબિર લાભો જેવાકે,…આયુષ્યમાન ભારત યોજના,આયુષ્માન વયવંદના, નમો શ્રી યોજના, PMJAY મા અરજી, પી.એમ.સૂર્યઘરયોજના, લખપતિ દીદી યોજના,વી.બી. જી.રામ જી યોજના,પી. એમ. સ્વનિધિ યોજના,ફ્રી શીપ કાર્ડ, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના,રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના,ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના,રસ્વતી યોજના જેવા ૧૫ યોજનાના લાભોની સમજ આપી હતી. ત્યારે ખેડૂત અગ્રણી અણદાભાઈ ચૌધરી,ડો.રાજેશ બ્રહ્મભટ્ટ,કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, રાયમલભાઈ પટેલ,શિક્ષક દશરથજી ઠાકોર,નિરંજનભાઈ ઠક્કર,દશરથભાઈ ઠક્કર સહીત વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.આભાર વિધિ પરષોત્તમભાઇ રાવળે કરેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!