GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Jasdan: જસદણ તાલુકના વિવિધ ગામોની મહિલાઓને અચૂક મતદાનના શપથ ગ્રહણ કરાવ્યા

તા.૧૯/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Jasdan: ભારત દેશના તમામ તહેવારોમાં મહિલાઓનું આગવું સ્થાન રહેલું છે. એવા જ આ લોકશાહીના અવસરમાં મહિલા મતદાતાઓની ભાગીદારી નોંધાય તે માટે વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ રહે છે.

આ માટે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિવિધ ગામોમમાં મહિલા મતદાતાઓ પુરુષ મતદાતાઓ જેટલું મહાપર્વમાં યોગદાન આપે તે અર્થે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાનમાં જસદણ તાલુકાના રાજાવડલાજામ, ભંડારીયા, બોઘરાવદર, ગોડલાધારના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે, બળધોઇ, કાનપર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાંચવડા સહિતના ગામોમાં મહિલા મતદાતાઓની ભાગીદારી વધે તે માટે વહીવટી તંત્રએ મહિલાને મતદાન કરવા સમજાવ્યું અને અચૂક મતદાનના શપથ ગ્રહણ કરાવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!