GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO
Jetpur: જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
તા.૨૭/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jetpur: સમગ્ર રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાઈ રહ્યું છે. જિલ્લાને પ્લાસ્ટિકમુક્ત બનાવવા લોકોનો સહયોગ મળે તે ઈચ્છનીય છે. વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત સમગ્ર જિલ્લામાં તા.૨૨ મેથી તા.૫ જૂન સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરી પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવી રહ્યું છે.
જેમાં તંત્ર તેમજ સંસ્થાઓ અને સ્થાનિક લોકોનો સહયોગ મળી રહ્યો છે. ત્યારે જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા જન ભાગીદારીથી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. આ તકે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી પ્લાસ્ટિક એકત્ર કરાયું હતું. શહેર સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક ફ્રી બને તે માટે લોકો પણ આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે.