Jetpur: પ્લાસ્ટિકને જાકારો આપવા જેતપુર-નવાગઢમાં ૧૨ તથા ૧૩મી જૂને ‘માય થેલી’ કાર્યક્રમ યોજાશે
તા.૧૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સખી મંડળની બહેનો જૂના કપડાંમાંથી આકર્ષક થેલી વિનામૂલ્યે બનાવી આપશે
Rajkot, Jetpur: “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત પ્લાસ્ટિકના પ્રદૂષણને નાબૂદ કરવા અને પર્યાવરણને સ્વચ્છ રાખવાના ઉદ્દેશ્ય સાથે જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા ૧૨ તથા ૧૩મી જૂને અનોખા “માય થેલી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પહેલનો મુખ્ય હેતુ પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગને ઘટાડીને કપડાંની થેલીઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમમાં સખી મંડળની બહેનો સ્થળ પર જ શહેરીજનોને તેમનાં જૂના કપડાંમાંથી આકર્ષક થેલીઓ વિનામૂલ્યે બનાવી આપશે.
૧૨ તથા ૧૩મી જૂને જેતપુરમાં નીલકંઠ મહાદેવ મંદિર, ગુજરાતી વાડી ખાતે તથા નવાગઢમાં સીટી સિવિક સેન્ટર, સરદારપુર દરવાજા ખાતે સવારે ૧૦થી ૨ અને બપોરે ૩થી ૭ વાગ્યા સુધીમાં ‘માય થેલી’ કાર્યક્રમ યોજાશે. પર્યાવરણના સંરક્ષણ હેતુ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાવા નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.