GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO

Jetpur: “પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવીએ, આવો પર્યાવરણને બચાવીએ”ના શપથ લેતા જેતપુરવાસીઓ

તા.૨૭/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

જેતપુર સામાજિક વનીકરણ રેન્જ દ્વારા શક્તિ વનના પ્રાંગણની કરાઈ સાફ સફાઈ

Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાના જેતપુર સામાજિક વનીકરણ રેન્જ દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણીના ભાગરૂપે તા.૦૫ જૂન સુધી “પ્લાસ્ટિક મુક્ત ભારત” કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને જેતપુરના શક્તિ વનના પ્રાંગણની સફાઈ કરવામાં આવી હતી.

આ ઉપરાંત જેતપુર તાલુકામાં પ્રદુષણ અટકાવવા માટે પ્લાસ્ટીક એકત્રીકરણ તથા ‘ending plastic pollution globally’ નો પ્રચાર થાય તે માટે જેતપુર શહેર અને ગ્રામ્ય એમ બંને મામલતદારશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, ખોડલધામ ટ્રસ્ટ કાગવડના સભ્યશ્રીઓ, સ્થાનિક વન વિભાગનો સ્ટાફ, શક્તિ વનના મુલાકાતીઓ અને ગ્રામજનોના સહકારથી પ્લાસ્ટીક તેમજ કચરો એકઠો કરી વિવિધ વિસ્તારોને સ્વચ્છ બનાવ્યા હતા. ઉપસ્થિત તમામને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!