GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO

Jetpur: “વિશ્વ માસિકસ્ત્રાવ સ્વચ્છતા દિવસ” જેતપુરમાં કિશોરીઓને માસિકચક્ર અને માસિકસ્ત્રાવ દરમિયાન સ્વચ્છતાનું મહત્વ સમજાવાયું

તા.૨૮/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ તથા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આયોજન

Rajkot, Jetpur: દર વર્ષે તા. ૨૮ મેના રોજ સમાજમાં માસિકચક્ર બાબતે જાગૃતિ કેળવવા માટે ‘વિશ્વ માસિકસ્ત્રાવ સ્વચ્છતા દિવસ (મેન્સ્ટ્રુઅલ હાયજીન ડે)’ની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે જેતપુરમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ તથા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે માસિકચક્ર અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કિશોરીઓને માસિકચક્ર તથા માસિકસ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા અંગે સમજૂતી આપવામાં આવી હતી. જેમાં માસિકચક્રનું સામાન્ય જ્ઞાન, માસિકસ્ત્રાવ દરમિયાન સ્વચ્છતાનું મહત્વ, માસિકચક્રની અનિયમિતતાના કારણો, સેનેટરી પેડ અને મેન્સ્ટ્રુઅલ કપના ઉપયોગ તથા ફાયદાઓ સહિતના વિષયોને આવરી લેવામાં આવ્યાં હતાં.

ઉપરાંત, ઊંચાઈ અને વજનની ચકાસણી કરીને બી.એમ.આઇ. પરથી આરોગ્ય અંગે સલાહ આપવામાં આવી હતી. કિશોરીઓનું હીમોગ્લોબિન ટેસ્ટ કરીને એનિમિયા કરેક્શન કરવામાં આવ્યું હતું. એનિમિયા કરેક્શન માટે ડીવોર્મિંગ અને આઇ.એફ.એ. (આયર્નની દવાઓ) આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો લાભ કુલ ૩૦ કિશોરીઓએ લાભ લીધો હતો.

આ તકે આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર શ્રી ડો. જયેશભાઈ પાઘડાળ, મેડિકલ ઓફિસર શ્રી ડો. રાધિકાબેન હીરપરા, એફ.એચ.ડબલ્યુ.શ્રી મોતીબેન નંદાણીયાં અને અર્બન એફ.એચ.ડબલ્યુ.શ્રી દિવ્યાબેન વસોયા ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!