GUJARAT

JMC-ઉનાળામાં પણ “પાણી કાપ”નહી-Bravo

JMC-ઉનાળામાં પણ “પાણી કાપ”નહી-Bravo

MP.-MLAs,ચેરમેન,કમી.,સીટી એન્જી,કા.ઇ.,સ્ટાફની જહેમતથી “વિકસિત જામનગર”નુ પાણી કલેક્શન અને ડીસ્ટ્રીબ્યુશન અંગે નવા કામનુ આયોજન તેમજ ટકાઉપણુ વરસો સુધીનુ

-વોટર કલેક્શન & ડીસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રકચના નવા કામની ચાર દાયકા ટકે તેવી મજબૂતી અને આયર્ન-સીમેન્ટ-ઝીંક-ડામર કોમ્બીનેશનથી બનતા D.I. ડક્ટાઇલ આયર્ન પાઇપનો લાઇનો માટે ઉપયોગ-નક્કર કામગીરી માટે સતાધારી અને વહીવટી પાંખનું સંતુલન

૨૨-૨૩,૨૩-૨૪માં ૧૫૦ કી.મી.જેટલી પાણીની નવી લાઇનો-હજુ અવિરત કામગીરી

ચેરમેન સા. કમી.સા. સીટી અેન્જી સા.ની મંજુરીઓ-આયોજન-ખંત-વિઝન- પ્રેરણા-માર્ગદર્શનથી અવિરત કામગીરી અને પ્રગતી સાથે હજુય ધમધમાટ હોવાનુ જણાવતા વો.વ.કા.ઇ. નરેશ પટેલ

 

જામનગર( ભરત ભોગાયતા)

પીવાના પાણી અંગે ભલે કરોડો- કરોડો રૂપીયાના ખર્ચ થાતા હોય ગાંધીનગર રજુઆત થાતી હોય નવી લાઇન ઇએસ આર નળજોડાણ ફીલ્ટ્રેશન ડીસ્ટ્રબ્યુશન નેટવર્ક સહિત ગમે તેટલી મહેનત કોર્પોરેશન કરતુ હોય પરંતુ જામનગરના નાગરીકો/નળ જોડાણ ધારકોના નળમાં પાણી આવે તે સાચુ ગણાય ત્યારે આ અત્યંત આવશ્યક મુદે જમનગરમાં સતત બે વરસથી ઉનાળામાં પાણીકાપ નથી થયો તેમજ હાઇપાવર કમીટી રચવાની જરૂર નથી પડી

એક તરફ આ વખતની ગરમી આકરા તાપ માર્ચ મહીનાથી જ શરૂ થઇ ગયા હતા દિવસે દિવસે ગરમી તાપ નુ કાળઝાળ સ્વરૂપ એવુ હતુ કે માણસો ય તડકામા જાય તો શરીરનુ પાણી ખેંચાય ત્યારે આ કપરા કાળ દરમ્યાન જામનગર કોર્પોરેશનના વોટર વર્કસ વિભાગની અથાગ જહેમત તાપમાં કામ કરતા વો.વ.ના સૌ કોઇ પરસેવે નીતર્યા હોય અને નર્મદા મૈયા ની કૃપાથી શહેરમા સતત બીજા વર્ષે પાણી કાપ લાદવાની જરૂર નથી પડી તે સરાહનીય બાબત હોવાનુ અવલોકનકારો કહે છે

વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી એ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નર્મદાના પાણીનુ નેટવર્ક રાજ્યના અને નગરો શહેરો ગામો સુધી પહોંચાડ્યુ હતુ તેમજ હાલ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આ જ દિશામા કાર્યવાહીઓ અવિરત કરે છે

પરંતુ નર્મદાનુ પાણી માંગ્યા ભેગુ જ નથી મળતુ કે લેટર લખ્યા ભેગા ધોધ વછુટતા નથી કેમકે સરકારે દરેક જિલ્લાની જરૂરીયાત સંતોષવાની હોય છે માટે કેબીનેટ મીનીસ્ટર શ્રી રાઘવજી પટેલ કેબિનેટ મીનીસ્ટર અને જામનગરના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાંસદ શ્રી પૂનમબેન માડમ ધારસભ્યો સર્વશ્રી દિવ્યેશભાઇ અકબરી અને શ્રીમતી રીવાબા મુખ્યમંત્રીને ભારપુર્વક રજુઆત કરતા હોય મેયર-ચેરમેન-શાસકપક્ષ નેતાની પણ રૂબરૂ લગત વિભાગોમાં રજુઆત હોય દરખાસ્ત જ્યારે પાણીની જરૂરીયાત માટે કમીશનરનુ પદાધીકારીઓ અને જન પ્રતિનિધીઓ સાથે સંકલન હોય ત્યારે બધુ ભેગુ થાય છે સામાન્ય રીતે કોઇ સ્વતંત્ર સોસાયટીઓમા પણ પાણીનુ મેનેજમેન્ટ થાતુ હોય ત્યા પણ વારંવાર ફોલ્ટ થાય લોકોને પાણીની તાતી જરૂર વચ્ચે પણ રાહ જોવી પડતી હોય ત્યારે સમગ્ર શહેરમાં પાણી વિતરણ સુચારૂ કરવુ તે સહેલુ તો નથી ત્યારે આ ચેલેન્જ જામ્યુકોના વોટર વર્કસ વિભાગે સાંગોપાંગ પાર કરી છે હા વિજકાપ બહુ નડતપ હોય છે પાણી એકઠુ કરવામા અને વિતરણ કરવામા અને જુની લાઇનો કે જંક્શનમાં કોઇ મેજર ફોલ્ટ આવે ઇ શક્ય છે માટે પાણી વિતરણ ખોરંભે ચડે જો કે તે અંગે જાહેર જનતાને જાણ કરાતી હોય છે

 

પીવાનુ પાણી મનવ જીવન નો અભિન્ન હિસ્સો છે પ્રાણવાયુ બાદની અતિજરૂરીયાત વાળા ગણાતા પાણી ના પીવા ઉપરાંતના વિવિધ વપરાશો હોય છે ઉલ્લેખનીય છે નગરજનોની આ અનન્ય જરૂરીયાત ૧૬ વોર્ડ અને ૧૨૫ ચો.કી.મી. જેટલા નગરના વિશાળ વિસ્તાર ૧૧૦૦ કીમી.નુ પાઇપલાઇનના નેટવર્કમાં મર્યાદિત મેનપાવર વચ્ચે પુરી પાડવાની કટીબદ્ધતા જામનગર કોર્પોરેશન ની જોવા મળે છે તે અંગેના વિવિધ અભિપ્રાયો મુજબ તેમજ કામગીરીઓ બજેટ વગેરે જોતા આ મનપા ના સતાધારી પાંખ દ્વારા પુરૂ પડાતુ નૈતિક બળ તેમજ નાણાંકીય ફાળવણી કામોની મંજુરીઓ સાથે ગુણવતાયુક્ત કોન્ટ્રાક્ટ ફાળવણી છે અને તેવીજ રીતે વહીવટી પાંખની લગત વિભાગની દિવસ રાતની મહેનતનુ આ પરીણામ છે અને નાગરીકો સુધી નિયમીત પાણી પહોંચતુ જોવા મળે લોકોની ફરિયાદનો નિકાલ થાય તે માટે માત્ર દરરોજ નહી દરેક કલાક એલર્ટ રહેવુ પડે (૩૬૫*૨૪ જેવુ ) અને સૌના અથાગ પરીશ્રમ ના પરસેવા બાદ આ જીવન રક્ષક ( બંધારણીય શબ્દ) જળ સૌને મળે અને અધીકાર (નેશનલ હ્યુમન રાઇટ કમીશનના આદેશ)મુજબ ૧૨૦ થી ૧૪૦લીટર પર હેડ એવરીડે ( એકાંતરા વિતરણ હોય તો તેનુ ડબલ) મળે અને સાત લાખની વસતી માંથી મોટાભાગની વસતી આ અંગે કવર થતી હોય તે માટે ૧૧૦૦ કીમી થી વધુ નાની મોટી મધ્યમ પાઇપલાઇનો ના નેટવર્ક ડઝનેક ESR તો તે માટેની જહેમતનો અંદાજ લગાવી શકાય છે પાણી મેળવવુ એકઠુ કરવુ વિતરણ કરવુ નવા કામો કરવા સુધારા કરવા સંકલન સાધવુ અને દરરોજ એનાલીસીસ કરી ઇમ્પ્રુવમેન્ટ કરવુ તે બાબતો બિરદાવવા લાયક બની રહે છે કેમકે સવાલાખથી વધુ નળજોડાણ ધારકોને બે ભાગમા વહેચી એકાતરા એક સવા કરોડ લીટર થી એક કરોડ ચાલીસ લાખ લીટર જેટલુ પાણી વિતરણ થાય છે જામનગર શહેર છેલ્લા દાયકામાં ઘણુ વધ્યુ છે દિવસે દિવસે વધતી વસતી વધતી જરૂરીયાત વધતા બાંધકામ વધતા નળ જોડાણ વગેરેના કારણે પાણીની માંગ વધતી જ રહી છે

જામનગર કોર્પોરેશનના વોટરવર્કસ વિભાગના ઇ.ચા. કા.ઇ. નરેશ પટેલ એ જણાવ્યુ છે કે અમોને નાગરીકો માટેની આ જવાબદારી પુર્ણ કરવા માટે સતાધારી પાંખ અને વહીવટી પાંખ નો પુરો સપોર્ટ મળે છે ખાસ કરી ને ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઇ અકબરી ચેરમેન શ્રી નીલેશ કગથરા અને કમીશનર શ્રી ડી. એન.મોદી તરફથી ઝડપી પ્રોજેક્ટ મંજુરીઓ યોગ્ય ખર્ચ મંજુરઓ તેમજ સીટી એન્જીનિયર શ્રી ભાવેશ જાની સાયબના વખતોવખતના માર્ગદર્શન તેમજ સ્ટાફ ની સૌ ની જહેમત તેમજ નાગરીકોનો અને બીજા વિભાગોનો સહયોગ અમારી કામગીરી ને દીપાવે છે

વોટર વર્કસ વિભાગની છેલ્લા ત્રીસ થી ચોવીસેક મહીનાઓમાં જ એક વોલ્યુમ બને તેટલી કામગીરીઓ જાણવા મળી છે જે વધુ ઝડપી બનતી જાય છે ત્યારે આ વિભાગની માત્ર હાઇલાઇટસ જોઇએ તો

–૧૫૦કીમી પાણીની નાની મોટી નવી લાઇનો નંખાઇ જેથી લાઇન લોસ ઘટે છે લીકેજ ઘટે છે રીપેરીંગની જરૂરીયાત ઘટે છે પાણી જેટલુ લાઇનમાં છોડાય તે નળ વાટે મહતમ પ્રમાણમાં નગરજનોના નળ સુધી પહોંચે છે-હજુ ય આ કામગીરી કન્ટીન્યુ

-રણજીતસાગર થી પંપ હાઉસ ગ્રેવીટેશનલ ફોર્સ થી પાણી પહોંચાડશે નવી પાઇપ લાઇન કામ

-ઉંડ -૧ ડેમથી ખીજડીયા વો.વ. અને પંપહાઉસ જામનગર પાણી લાવવા લાઇનનુ ૪૧ કી.મી.નુ કામ

-ડેમ સાઇટ થી જે બંને પાણીની લાઇન સીમેન્ટની ૧૯૮૦ થી હતી હવે ૭૦૦ ના બદલે ૯૦૦ એમએમ ડાયામીટરની DI પાઇપ લાઇન જે ૪૨ થી ૪૩ વર્ષ જુની છે તે લાઇન બદલશે

-જંક્શનોના -વાલ્વનારીપેરીંગના- શીફ્ટીંગના કામ

-લોકોનો વસવાટ વધતા પાણી ૧૧૦૦ કી.મી.જેટલી કુલ લંબાઇની લાઇનો થી ૬ થી ૮ કીમી ની પરીઘીમા પહોંચતુ થયુ

-જામનગર કોર્પોરેશનનો વિસ્તાર વધતા પાણીની માંગ ને પહોંચી વળવા નવા ઇ.એસ.આર. નવી પાઇપલાઇન નવા જંક્શન વગેરેના કામનુ આયોજન તેમજ ગ્રાઉન્ડ ઉપર એમ બંને ધમધમાટ

-નગરનીચોતરફપાણીના ટાંકા ઠેર ઠેર નંખાતી લાઇનો જોતા જ પાણી માટેની જામનગર કોર્પોરેશન ની જહેમતનો અંદાજ આવી જાય

-નલ સે જલ થી નવી સોસાયટીઓને મળ્યો લાભ

– ઇ.ચા.કા.ઇ. ઉપરાંત ત્રણ નાયબ ઇજનેર દર્શન દાઉદરા તેમજ અલ્પેશ ચારણીયા અને રીટાબેન અને સાથે ટેકનીકલ નોન ટેકનીકલ સમગ્ર સ્ટાફનો કામનો ઉત્સાહ( અધીકારીઓ જ્યારે સ્ટાફ પાસેથી કામ લેવાની મોડર્ન ટેકનીક અમલ કરતા હોય તો જ શક્ય છે)

-ડાયનામીક કમીશનર ડી.એન. મોદી નુ મોટીવેશન ઇન્સ્પાયરેશન કામ કરી જાય છે

-સીટી એન્જીનિયર ભાવેશ જાનીની દુરંદેશીતાનો વો.વ. વિભાગને લાભ મળે છે

-કા.ઇ. નરેશ પટેલ અને ટીમ દ્વારા રાત દિવસ એક કરાય છે

-સુઝકા સાથે સતા પાંખ મનોબળ વધારે છે ચેરમેન નીલેષ કગથરા નાગરીકોની પાણીની સુવિધાબાબતે કટીબદ્ધ છે

-ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી નો અનુભવ કામ લાગે છે જામનગરની પાણી ની જરૂરીયાત માટે નર્મદાના પાણી પુરતા મળી રહે તે માટે સરકારમાં જરૂરી સફળ રજુઆત તેઓ કરતા આવ્યા છે

-“નર્મદે સર્વ દે” નર્મદા નદી ઉપરનો સરદાર સરોવર ડેમથી નર્મદા પ્રવાહ નિત્ય છે મળતો રહે છે તો ખાસ કઇ બુમ ઉઠતી નથી- હવે તો ચોમાસુ પણ ભુટકી ગયુ છે no worry

– વધતા જતા ખુબજ ટ્રાફીક અને વિકસતા વિસ્તારો અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પાવર ઇન્ટરનેટ વિજ ગેસ ફોન વગેરેની લાઇનો રોડના અને અન્ય સીવીલ વર્કના કારણે પાણીની લાઇનો બદલવી નવી લાઇનો નાખવી ડેમ સાઇટ થી પાણી લાવવાના પ્રોજેક્ટ ઇ.એસ.આર. અને લગત વર્ક તેમજ લાઇનોના જંક્શન ના અને અેસેસરીઝ ને જાળવવાના રીપેર કરવાના કામો ઇજનેરી દ્રષ્ટીએ જહેમતવાળા કામ છે તેમજ જમીન ના સ્તર પોલાણ પથરાવ ઢોળાવ પ્રકાર ઉપયોગ વગેરે વિશેષતા બદલાય રોડનાકામ વચ્ચે વોટર વર્કસનુ વર્ક બેલેન્સ રાખી કરવામાં નિપુણતાની કસોટી થઇ જાય છે ઉપરાંત આ દરેક નાના મોટા પ્રોજેક્ટ ગ્રાઉન્ડ ઉપર સાકાર થાય તે પહેલા તેનુ ડીઝાઇનીંગ વર્ક પ્રોજેક્ટ રીપોર્ટ કરવાના કામોની કસરત ઘણી હોય છે જો કે વો.વ. સહિત અમુક વિભાગોના ટેકનીકલ વર્કની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર થઇ રહી છે માટે વિભાગો વચ્ચે સંકલન વધશે

-એકંદર સતાધારી અને વહીવટીપાંખ દ્વારા મનોબળ પુરૂ પડાતુ મનોબળ તેમજ સૌ ઇજનેરોનુ સંકલન કા.ઇ.નરેશ પટેલની દીર્ઘદ્રષ્ટી નગરના વિકાસ મુજબ પાણી પહોંચાડવા તંત્રને અવિરત સક્ષમ બનાવી રહ્યુ છે અને ઝડપી પ્રગતિ છે તેવા અનેક તારણો મળ્યા છે સાથે સાથે લોકોની ફરિયાદ નિકાલ ને અને લીકેજીસ રીપેર કરવાના કામો ને અગ્રતા અપાઇ રહ્યાનુ જાણવા મળે છે જે આ અનેક બાબતો કમ્પેરેટીવલી હાલ ખૂબ સરાહનીય રહ્યાનુ અને વધુમા વધુ સક્ષમતાથી કામ થતુ હોવાનુ પણ સમીક્ષકો અને નિષ્ણાંતોનુ તારણ છે જો કે સિક્કની બે બાજુઓની જેમ હકારાત્મકતા ઉર્જા વધારે છે તે સિદ્ધાંત મુજબ આ શાખામા સૌ ધ્યાન આપે છે

______________________
@ભવિષ્યનું આયોજન-પાણી વિતરણ હાઇટેક થશે………….
_______________________
જામનગર શહેર ધીમે ધીમે ખૂબ જ મોટું બનવા તરફ હજુય અવિરત ગતિ કરી રહ્યું છે, આગામી વર્ષોમાં શહેર ખૂબ જ મોટું બનશે અને તેથી સ્વાભાવિક રીતે જ, શહેરની પીવાના તથા વપરાશના પાણીની જરૂરિયાત અનેક ગણી વધી જશે, આ પાણીની શુદ્ધિકરણની તથા વિતરણની કામગીરીઓ પણ વધી જશે, આ બધી જ બાબતોના ઓડિટ અને સંચાલન માટે એક આધુનિક કંટ્રોલ સ્ટેશન બનશે, જેના માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની દિશામાં પ્રગતિકારક કાર્યવાહિઓ આગળ ધપતી રહી છે

-તેમજ નાઘેડી વિસ્તારમાં ૩૦ mld નો ફીલ્ટર પ્લાન્ટ ઇ એસ આર વગેરે કામગીરી થશે

-રણજીતસાગરથી પંપહાઉસ અને ઉંડ ૧ ડેમથી પંપહાઉસ એમ બંને લાઇનોના કામ પુરા થયે પાણીકલેક્શન વધુ ચાલીસ એમએલડી જેટલિ વધશે

-દોઢેક લાખ નળ જોડાણ માટે નિયમીત પાણી વિતરણ સુખદ અનુભવ રહ્યો હા મેન્ટેનન્સ કે મેજર ફોલ્ટ રીપેરીંગ કે વિજકાપના વિધ્નોથી વિલંબ થાય પાણી વિતરણને અસર પહોંચતી હોય છે તે સિવાય સતત બે વરસથી ઉનાળામાં પાણી કાપ જામનગરમા થયો નથી જે બિરદાવવા લાયક બાબત છે

 

@_______________

bgbhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi)

gov.accre.Journalist

8758659878

 

[email protected]

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button