GUJARAT

સાધલીમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર મોહરમ પર્વની શાંતિ પૂર્ણ રીતે ઉજવણી કરાઇ

શિનોર તાલુકાના સાધલી સહિત શિનોર પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ૧૩૮૬ વર્ષ પહેલા કરબલાના તપતા મેદાનમાં સત્યના કાજે હજરત ઇમામ હુસેન ર. અ. તેમજ તેઓના ૭૨ જાંબાઝ સાથીઓએ અસત્ય સામે જંગ લડીને ઇસ્લામ ધર્મને બચાવ્યો હતો. તે જાંબાઝ શહીદોની યાદમાં સદીઓ વીતવા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજના લોકો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે સાધલી બસ સ્ટેન્ડ પાસે ચાંદીના કલાત્મક તાજીયા ની સ્થાપના કરવામાં આવી હતી.તેમજ સાધલીની મદીના મસ્જિદ માં મોહરમ પર્વની વિશેષ ઇબાદત મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી હતી. સાધલી ખાતે આવેલ મદીના મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડયા હતા. મુસ્લિમ બિરાદરોએ વિશેષ નવાફીલ નમાઝ અદા કરી હતી. મદીના મસ્જિદમાં પણ મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના અયુબ કાદરી સાહેબે કરબલાના શહીદોની યાદમાં વાયજ કરી હાજરજનોને હજરત ઇમામ હુસેને બતાવેલા માર્ગને અનુસરી પોતાનું જીવન ગુજારવા બોધ આપ્યો હતો. મુસ્લિમ સમાજ ના યુવાનો દ્વારા સાધલી બસ સ્ટેન્ડ પાસે ફ્રૂટ સ્લાર્ડ. સરબતની સબીલ લગાવી આવતા જતા રાહદારીઓને સરબત પીવડાવતા નજરે પડ્યા હતા.તેમજ સાધલી ટીમબરવા માર્ગ ઉપર આવેલ હજરત ગઈબન શાહ બાવાનો દરગાહ પર મુસ્લિમ બિરાદરોએ દરગાહ શરીફની જિયારત કરી હતી તેમજ કબ્રસ્તાનમાં જઈ પોતાના સ્વજનોની કબર ઉપર ફુલ અર્પણ કરી દુઆ ગુજારી હતી. અંતમાં દુઆ અને સલાતો સલમાના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું... ફૈઝ ખત્રી...શિનોર

Back to top button
error: Content is protected !!