
જિલ્લાનાં યુવાઓને રોજગાર અને કારકિર્દીને લાગતુ માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી કાર્યરત છે. જિલ્લાનાં યુવાઓ પોતાની નોંધણી થકી રોજગાર કચેરીની જુદી-જુદી સેવાઓ મેળવી શકે છે. જિલ્લા રોજગાર કચેરી-જૂનાગઢ દ્વારા જિલ્લાનાં યુવાઓ કચેરીના લાભોનો મહતમ લાભ લઈ શકે તેમજ યુવાઓના શ્રમ-શક્તિ નાણાંનો વ્યય અટકાવાનાં આશયથી જિલ્લાની શાળા-કોલેજો-ઔધોગીક સંસ્થાઓમા નામ નોંધણી કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવે છે. જે અન્વયે સરકારી ગર્લ્સ હાઇસ્કુલ – કેશોદ ખાતે જિલ્લા રોજગાર કચેરી,જૂનાગઢ દ્વારા સ્કુલનાં વિધાર્થીઑ માટે “રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ” અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો.આ સેમીનારમાં શૈક્ષણિક અને તાલીમી સંસ્થાઓમા વિધાર્થીઑ/તાલીમાર્થીઓ પાસેથી દસ્તાવેજો મેળવી રોજગાર કચેરી ખાતે નામ નોંધણી પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. રોજગાર કાર્ડ તૈયાર થતા જે તે સંસ્થાઓમા રોજગાર કાર્ડ વિતરણ કરવામાં આવેલ હતું તે દરમ્યાન વિધાર્થીઓના નામ નોંધણી રીન્યુઅલ અને અપડેશન વિષે માહિતી આપવામાં આવી હતી. રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓ જેવી કે ઔધોગીક ભરતીમેળા ,કારકિર્દી માર્ગદર્શન,આર્મી નિવાસી તાલીમ,સ્વરોજગાર શીબીર, સેમિનાર,કાઉસેલીંગ વગેરે વિશે વિધાર્થીઓને માહીતગાર કરાયા હતા. આ નામ-નોંધણી કેમ્પ માટે કચેરીના કાઉન્સેલર વી.ટી.પાચાલીયા અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનાર શ્રી એસ.ડી.યાદવ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી,આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રોજગાર અધિકારી ડી.એ.પરમારનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 




