GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની માળીયાહાટીના ખાતે ઉજવણી થશે

જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની માળીયાહાટીના ખાતે ઉજવણી થશે

જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માળીયાહાટીના હાટી સમાજ ગ્રાઉન્ડ, સાસણ રોડ ખાતે થશે.સ્વાતંત્ર્ય પર્વના સુચારુ આયોજન માટે કલેકટર શ્રી યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સભાખંડ ખાતે આજ રોજ બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેકટરશ્રીના દિશાનિર્દેશ મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અંગે પૂર્વ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. કાર્યક્રમના સુચારૂ આયોજન માટે કલેકટરશ્રીએ વિવિધ વિભાગો પાસેથી માહિતી મેળવી હતી. તેમજ બેઠક વ્યવસ્થા, પ્રાથમિક સુવિધા, વીજ પુરવઠો, પાણી, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા, પોલીસ પરેડ, સાફસફાઈ, સ્થળ પર મેડિકલ અને ફાયર સેફ્ટી સહિતની તમામ કામગીરીની વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.સમગ્ર બેઠકનું સંચાલન જૂનાગઢ જિલ્લા અધિક નિવાસી કલેકટર સુશ્રી બી. એસ. બારડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, ડીઆરડીએ નિયામકશ્રી જાડેજા , પ્રાંત અધિકારી સહિતના સંબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!