GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢના પ્રભારી મંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રી ડો.પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી ખાતે અભિવાદન સમારોહ યોજાયો

જૂનાગઢના પ્રભારી મંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રી ડો.પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી ખાતે અભિવાદન સમારોહ યોજાયો

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી ખાતે જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રી ડો.પ્રદ્યુમન વાજાના અભિવાદન અને સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીની યુનિ. કેમ્પસમાં યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે શાલ, મોમેન્ટો પુષ્પગુચ્છ અને સુતરની આંટી અને ખાદીનાં રૂમાણ અર્પણ કરી સત્કાર્યા હતા. કાર્યક્રમને મંત્રીશ્રી અને મંચસ્થ મહાનુભાવોએ દિપ પ્રાકટ્યથી પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત યુનિ.નાં અનુસ્નાતક વિદ્યાભવનોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સાથે મંત્રીશ્રીએ સીધો સંવાદ સાધી જણાવ્યુ હતુ કે ગિરનારનાં નૈસર્ગિક અને આહલાદક વાતાવરણમાં ભક્તકવિ નરસિંહ મહેતાના નામથી કાર્યકરત યુનિ.માં અભયસ કરતા છાત્રો એશીયાની શાન એવા સીંહ અને ગિરનારી વન્યસૃષ્ટીનાં સાંનિધ્યે અભ્યાસ કરી રહ્યા છે, તે આજે યુનિ.કેમ્પસની સાઈડ વિઝીટ દરમ્યાન જોવા મળ્યુ, ગિરનારી નૈસર્ગિક અને પ્રાકૃતિક વનસંપદાની સાંનિધ્યે યુનિ. તાબાનાં ચારેય જિલ્લાનાં વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાભવનો અને યુનિ. સંલગ્ન વિદ્યાલયોમાં અભ્યાસ કરવાની જે તક મળી છે તે વિકાસ ફલકનું એક પ્રધાનમંત્રીશ્રીનું વિઝન દર્શાવે છે. મંત્રીશ્રીએ ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ પીએચ.ડી. કરી રહ્યા છે. સાથે સેન્ટર ઓફ એકસેલન્સ ફોર વાઈલ્ડ લાઈફ દ્વારા વિવિધ અભ્યાસની જે ઉજળી તકો યુવાનોને મળી રહી છે તે બાબતે ખુશી વ્યક્ત કરી જણાવ્યુ હતુ કે વિસાવદર પરગણાનાં સરસઇ સંતશ્રી રવિદાસની તપોભુમિને વૈશ્વિક ઓળખ પ્રસ્થાપિત થાય અને તેના નામે યુનિ.માં એક ચેર કાર્યાન્વીત બને તે દિશામાં ઈચ્છનિય છે.મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે યુનિ. દ્વારા પ્રાકૃતિક કૃષિની નવી પદ્ધતિઓ, કેન્સર દવા સંશોધન માટે પેટન્ટ રરજીસ્ટર કરાવવામાં આવી છે. ૨૦૧૫ માં સ્થપાયેલી આ યુનિવર્સીટીને માત્ર ૭ વર્ષ બાદ જ યુજીસી દ્વારા માન્યતા મળી છે. જે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ શૈક્ષણિક સંસ્થા બની છે. આપના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન વિકસિત ભારત ૨૦૪૭ ને સાકાર કરવા માટે તેમાં પાયાની ભૂમિકા શિક્ષાની છે. રાષ્ટ્રનું નિર્માણ વર્ગખંડમાંથી જ થાય છે. કર્તવ્ય સ્મરણ એ જ ઈશ્વર સ્મરણ છે. મંત્રીશ્રીએ આગળ જણાવ્યું હતું કે, આજે દેશમાં માત્ર સફળ લોકોની જ જરૂર નથી. સફળતાની સાથે માનવતા રાખવી પણ એટલી જ જરૂરી છે. IQ એટલે ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ, અને EQ એટલે ઇમોશનલ ક્વોશન્ટ. એટલે કે સફળ વ્યક્તિત્વની સાથે બુદ્ધિશાળી મગજ અને દયાળુ હૃદય પણ આજના યુવાનો રાખે એ બદલાતા સમયની તાતી જરૂરિયાત છે. તિમિરમાં સુરજ પ્રગટાવે એ યુવાન, સામે કાંઠે નૈયા લઈને જાય એ જ યુવાન- અંતમાં મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને આ શુભેચ્છા સંદેશ અર્પણ કર્યો હતો. કાર્યક્રમનાં પ્રારંભે યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે મંત્રીશ્રી અને શિક્ષણવિદો, સેનેટ સભ્યોને શબ્દસુમનથી આવકારી યુનિ.નાં વિદ્યાભ્યાસનાં આયમોથી અવગત કર્યા હતા. અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં નુતનભવનમાં શિક્ષણકાર્ય શરૂ થવા અને શિક્ષણક્ષેત્રે મેળવેલ સિધ્ધીઓની વાત કરી વધુ માળખાગત સવલતો, સ્ટાફની નિયુક્તિ અંગે મંત્રીશ્રીને અવગત કર્યા હતા.કાર્યક્રમનાં અંતે આભારવિધિ કુલસચિવ શ્રી આર.જી.પરમાર દ્વારા અને કાર્યક્રમનું સંચાલન ડો. રૂષિરાજ ઉપાધ્યાએ કર્યુ હતુ. સંસ્થાના વિશાળ પરિસરમાં મંત્રીશ્રી અને ઉપસ્થિત મહેમાનો દ્વારા વિવિધ વૃક્ષોનું વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન વિવિધ ફેકલ્ટી મેમ્બર્સ, એકઝુક્યુટીવ કાઉન્સીલ મેમ્બર, વિવિધ શાખાના વિષયોના વિદ્યાર્થીઓ, શિક્ષણ પ્રેમી નગરજનો, યુનિ.સ્ટાફ ગણ હાજર રહ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!