JUNAGADHTALALA

સાસણમાં સિંહ દર્શન માટે ફરતી જીપ્સીના ૨૫૦ ડ્રાઈવરોએ મતદાન કરવાના લીધા શપથ

જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ રાણાવસિયાની ઉપસ્થિતિમાં સમગ્ર દેશ દુનિયાનું ટુરિસ્ટ હબ સાસણમાં યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ

કલેકટરશ્રીડીડીઓશ્રીએ જંગલ સફારી કરાવતી જીપ્સીમાં મતદાન જાગૃતિના સ્ટીકર લગાવી,  સિગ્નેચર કેમ્પેઇનમાં ભાગ લઇ વધુમાં વધુ મતદાન માટેની અપીલ કરી

 જૂનાગઢ તા.૧૪ – આગામી ૭ મેં ના રોજ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે તેમાં વધુને વધુ મતદાન થાય એ માટે સિંહો માટે સુપ્રસિદ્ધ દેશ દુનિયાનું ટુરિસ્ટ હબ સાસણમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અનિલ રાણાવાસીયાની  ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ તકે સાસણમાં દેવળીયા પાર્ક સફારીનાં સિંહ દર્શન માટે ફરતી ૨૫૦ થી પણ વધુ જીપ્સી ગાડીના  ડ્રાઈવર તેમજ ગાઈડ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દેવળીયા પાર્ક સફારીનાં જીપ્સી ગાડીના  ડ્રાઈવર એસોસિયેશનના પ્રમુખશ્રી જુમાભાઈ કટિયા અને રાજેશભાઈ ધોકડિયાનું  મતદાનનાં બેઇઝ ક્લેક્ટર શ્રી એ પહેરાવ્યો હતો.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અનિલ રાણાવાસીયાએ જણાવવામાં હતું કે જૂનાગઢની ઓળખ સમા સાસણમાં પણ વધુને વધુ મતદાન થાય તેવા ઉદ્દેશથી અહી મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો છે. દેશ અને વિદેશના પ્રવાસીઓ અહીં મોટા પ્રમાણમાં સુઃ દર્શન માટે આવતાં હોય છે, જેથી જંગલ સફારીમાં જીપ્સી ઉપર પર મતદાન જાગૃતિ માટેના સ્ટીકર લગાવવાથી ચૂંટણીનો માહોલ બને અને વધુ ને વધુ લોકો મતદાન કરવા પ્રેરાશે.

કલેકટરશ્રીએ  જૂનાગઢ જિલ્લાની ૭  વિધાન સભા ક્ષેત્ર, કુલ ૧૮૫૦  જેટલા મતદાન મથકો, ૧૮  લાખ જેટલા મતદારો,   મહિલા – દિવ્યાંગ – યુવા સંચાલિત મતદાન મથકો, પોલિંગ- પ્રિસાઇડિંગ સ્ટાફ, મતદાન મથકોમાં પીવાના પાણી, વ્હીલચેર, છાંયડો, સહિતની સુવિધાઓ વિશે સાસણવાસીઓને વાકેફ કર્યા હતા.

કલેકટરશ્રીએ કહ્યું હતું કે, આ તમામ ચૂંટણી તંત્રની કામગીરી ત્યારે જ સાર્થક થાય જો વધારેમાં વધારે પ્રમાણમાં મતદારો મતદાન  કરે. મતદાનમાં બહેનોનું મતદાન વધુમાં વધુ થવું જોઈએ. મતદાનમાં ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય ઓળખ કાર્ડથી પણ મતદાન કરી શકાશે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાતે ઉપસ્થિત ડ્રાઇવરો અને ગાઈડને જણાવ્યું હતું કે લોકશાહીના આ ચૂંટણીના પર્વમાં વધુને વધુ લોકોએ મતદાન કરી યોગ્ય શાસકો જ પસંદ કરવા જોઈએ.

જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નીતાબેન વાળા દ્વારા કલેક્ટરશ્રી અનિલ રાણાવાસીયા તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાતનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતમાં મોબાઈલ ફ્લેશ લાઈટ ચાલુ રાખી મતદાન માટેની પ્રતિજ્ઞા લીધી હતી અને સિગ્નેચર કેમ્પેઇન દ્વારા કાર્યક્રમનું સમાપન કરાયું હતું,  આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા એજ્યુકેશન ઈન્પેક્ટર જલ્પાબેન ક્યાડા તથા વિપુલભાઈ ધુચલા દ્વારા કરવાંમાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!