૩૭ એકરના વિશાળ કેમ્પસમાં નીટ મેરિટથી આવતા ૨૦૦ વિદ્યાર્થીઓ માટે ૪ કલાક કાર્યરત ઈ લાયબ્રેરી અને આધુનિક લેબ્સની સુવિધા
૩૭ એકરના વિશાળ કેમ્પસમાં નીટ મેરિટથી આવતા ૨૦૦ વિદ્યાર્થીઓ માટે ૪ કલાક કાર્યરત ઈ લાયબ્રેરી અને આધુનિક લેબ્સની સુવિધા

ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયા ખર્ચવા છતાં જે દર્દીઓ હારી ગયા હતા, તેમને જૂનાગઢ સરકારી હોસ્પિટલે વિનામૂલ્યે સાજા કરીને નવું જીવન આપ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની કલ્યાણકારી નીતિઓ, આયુષ્માન ભારત યોજના અને ડૉક્ટર્સની સમર્પિત ટીમના કારણે આજે ગુજરાતનું હેલ્થ મોડલ દેશભરમાં શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યું છે. ગરીબોના આશીર્વાદ અને ડૉક્ટરોની આ તપસ્યાથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખરા અર્થમાં માનવતાનું સૌથી મોટું કેન્દ્ર બની રહી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં આણંદ જિલ્લાના પ્રથમ વર્ષના વિદ્યાર્થી મિશ્રાજી શંકર અને ભાવનગર જિલ્લાની વિદ્યાર્થીની તનાઝ માલકાણીએ જણાવ્યું કે, અત્રેનું કેમ્પસ સંપૂર્ણપણે એન્ટી-રેગિંગ, સુરક્ષિત અને શાંત છે. અહીંયા વિદ્યાર્થીઓના માનસિક તણાવને દૂર કરવા માટે ૨૪ કલાક સિક્યુરિટી, નાઈટ વોકની સુવિધા અને ગુપ્તતા જાળવીને કાઉન્સેલિંગ કરાતો ખાસ મેન્ટલ વેલબીઇંગ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. બીજી તરફ સારવાર પામેલા દર્દીઓના સગાએ સંવેદનશીલ સ્ટાફનો આભાર માન્યો હતો. જેમાં જૂનાગઢના રહેવાસી દીપમાળા પાઠકે જણાવ્યું કે, તેમના પિતા હર્ષદભાઈને બ્રેઈન સ્ટ્રોક આવતા પ્રાઇવેટ હોસ્પિટલમાં ₹૨ લાખ ખર્ચવા છતાં કોઈ સુધારો નહોતો થયો. ૨૦ મે ના રોજ સિવિલમાં લાવ્યા બાદ ડૉક્ટરોની સંવેદનશીલ સારવારથી તેઓ હવે રિકવર થઈ રહ્યા છે. તેમજ વેરાવળના રાહુલ મકવાણાએ જણાવ્યું કે, તેમના પિતાને ૫ એમએમનું બ્રેઈન હેમરેજ હતું. તેઓની નબળી આર્થિક સ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલે તેમને નવજીવન આપ્યું છે. મધ્યમવર્ગીય પરિવારો માટે આ સિવિલ હોસ્પિટલ ઈશ્વરના આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલની આ સફળતા ગાથા એ વાતની સાક્ષી પૂરે છે કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આજે દેશનો સામાન્યમાં સામાન્ય નાગરિક પણ ગર્વભેર અને કોઈપણ આર્થિક ચિંતા વગર વર્લ્ડ-ક્લાસ આરોગ્ય સેવાઓ મેળવી રહ્યો છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 






