JUNAGADHKESHOD

ભારત વિકાસ પરીષદ આયોજિત પરિવાર મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ભારત વિકાસ પરીષદ આયોજિત દશ થી વધારે સ્પર્ધાના વિજેતાઓ નું સન્માન કરવામાં આવ્યું.

ભારત વિકાસ પરીષદ આયોજિત પરિવાર મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ભારત વિકાસ પરીષદ આયોજિત દશ થી વધારે સ્પર્ધાના વિજેતાઓ નું સન્માન કરવામાં આવ્યું.

ભારત વિકાસ પરિષદ એ 1963માં સ્થાપિત એક રાષ્ટ્રીય સ્તરની સેવા-સંસ્કાર સંગઠન છે. “સ્વસ્થ, સમર્થ, સંસ્કારિત ભારત” ના ધ્યેય સાથે તે દેશભરમાં 1500 થી વધુ શાખાઓ દ્વારા કાર્યરત છે.સૌરાષ્ટ્ર પ્રાંત ની કેશોદ શાખા સૌથી વધારે સ્ક્રીય છે કારણકે સ્થાપક પ્રમુખ ડૉક્ટર સ્નેહલ તન્ના સાથે સમગ્ર ટીમ પરિવારની ભાવના સાથે એકઝુટ બનીને કાર્ય કરે છે. કેશોદ ભારત વિકાસ પરીષદ આયોજિત વાર્ષિક પરિવાર મિલન કાર્યક્રમમાં આખા વર્ષ દરમ્યાન યોજવામાં આવેલાં વિવિધ કાર્યક્રમો ના વિજેતા સ્પર્ધકો નું સન્માન કરવાની સાથે સાથે ભારત વિકાસ પરીષદ ના પરિવાર નો વ્યાપ વધે એ હેતુથી યોજવામાં આવેલ કાર્યક્રમ નો પ્રારંભ રાષ્ટ્રગીત સાથે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. કેશોદ નગરપાલિકા ના પ્રમુખ પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવળીયા, નગરપાલિકા શાશક પક્ષના દંડક ઉમેદભાઈ કોટક સહિત વિવિધ સંસ્થાઓ જ્ઞાતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ભારત વિકાસ પરીષદ દ્વારા કેશોદ શહેરમાંતેની મુખ્ય પાંચ સૂત્રાત્મક પ્રવૃત્તિઓ છે: સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ સુત્ર હેઠળ ભારત વિકાસ પરિષદ દ્વારા થતી મુખ્ય સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે વિકલાંગ સહાયતા, રક્તદાન શિબિર આરોગ્ય સેવા પર્યાવરણ સંરક્ષણ વૃક્ષારોપણ અભિયાન, પ્લાસ્ટિક મુક્તિ અભિયાન, જળ સંચય માટે જાગૃતિ, સ્વચ્છતા અભિયાન, આપત્તિ રાહત સેવા કોરોના જેવી કુદરતી આફતોમાં અનાજ, કપડાં, દવા અને આર્થિક સહાય પહોંચાડવી. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા શાળા-કોલેજના બાળકો માટે દેશભક્તિ ગીતોની સમૂહગાન સ્પર્ધા ભારત કો જાનો પ્રતિયોગિતા વિદ્યાર્થીઓને ભારતનો ઈતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, બંધારણની માહિતી આપવા માટે ક્વિઝ સ્પર્ધા. લાખો બાળકો ભાગ લે છે. ગુરુ વંદન છાત્ર અભિનંદન ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન અને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા.રાષ્ટ્રીય પર્વોની ઉજવણી 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, ગાંધી જયંતી, વિવેકાનંદ જયંતી વગેરેની ઉજવણી કરી મહાપુરુષોના વિચારો લોકો સુધી પહોંચાડવા સંસ્કૃતિ સપ્તાહ રામાયણ, મહાભારત, ગીતા પર પ્રવચનો, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કુટુંબ પ્રબોધન “વસુધૈવ કુટુમ્બકમ્” ભાવના જાગૃત કરવા પરિવાર સાથે મળીને તહેવાર ઉજવણી, સામૂહિક ભોજન જેવા કાર્યક્રમો. શૈક્ષણિક પ્રવૃત્તિઓ બાળ સંસ્કાર શિબિર ઉનાળા વેકેશનમાં 5 થી 15 વર્ષના બાળકો માટે શિબિર. જેમાં યોગ, નૈતિક શિક્ષણ, દેશભક્તિ, શ્લોક, વાર્તા દ્વારા સંસ્કાર શાળાઓમાં “સંસ્કાર શિક્ષણ” ના વર્ગો ચલાવવા. મહાપુરુષોના જીવનચરિત્ર પર નિબંધ, વક્તૃત્વ સ્પર્ધા યોજવી. વ્યવસાયિક માર્ગદર્શન ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર. IAS, ડોક્ટર, એન્જિનિયર જેવા નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન. વૃક્ષારોપણ ચોમાસામાં “એક સભ્ય, 5 વૃક્ષ” અભિયાન હેઠળ શહેરમાં ધાર્મિક સ્થળો જાહેર સ્થળો ઉપરાંત માંગરોળ રોડ સહિત વિવિધ વિભાગોમાં દાતાઓ ના સહયોગથી વૃક્ષારોપણ અને વનવિભાગ સાથે સંકલનમાં રહી રોપા લિતરણ કરવામાં આવે છે.  કેશોદ ભારત વિકાસ પરીષદ કેશોદ શાખા દર વર્ષે “સેવા અને સંસ્કાર” ક્ષેત્રે પ્રાંત કક્ષાએ એવોર્ડ મેળવે છે.કેશોદ ભારત વિકાસ પરીષદ ના મુખ્ય હોદેદારો સ્થાપક પ્રમુખ ડૉક્ટર સ્નેહલ તન્ના આર પી સોલકી, જગમાલભાઈ નંદાણીયા, જીતુભાઈ ધોળકિયા, દિનેશભાઈ કાનાબાર, વિજયભાઈ મહેતા, કાળુભાઈ ઠકરાર, જયદીપભાઈ સોની, સમીરભાઈ કણસાગરા, નિશાતભાઈ પુરોહિત સહિત સૌ હોદેદારો પદાધિકારીઓ કારોબારી સભ્યો પરિવાર ની ભાવના થી સાથે રહીને નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે અને જોડાયેલા સ્પર્ધકો નું શિલ્ડ અને પ્રોત્સાહિત ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદના સેવા ના ભેખધારી ડૉ વી ટી વાછાણી સાહેબ, પ્રોફેસર એમ ડી મેઘનાથી, પુર્વ પ્રમુખ મહાવીરસિંહ જાડેજાની અંતિમ વિદાય યાદ કરી બે મિનીટ મૌન ધારણ કરી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!