JUNAGADHJUNAGADH CITY / TALUKO

તાલાલા તાલુકાના ગુંદરણ ખાતે આવેલ જય આદિ આવળ પીઠડ ધામ શ્રી અનુઆઈમાં ના સાનિધ્યમાં ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું

તાલાલા તાલુકાના ગુંદરણ ખાતે આવેલ જય આદિ આવળ પીઠડ ધામ શ્રી અનુઆઈમાં ના સાનિધ્યમાં ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું

તાલાલા તાલુકાના ગુંદરણ ખાતે આવેલ જય આદિ આવળ પીઠડ ધામ શ્રી અનુઆઈમાં ના સાનિધ્યમાં ભવ્ય ભાગવત કથાનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાસ પીઠ પર વક્તા તરીકે શ્રી પ્રદીપભાઈ પંડ્યા સોદરડા વાળાના મુખે થી કથાનું રસ પાન કરાવવામાં આવી રહ્યું છે આ કથા દરમિયાન શ્રી અનુઆઈ માતાજી તથા દાતાશ્રી ઓ તથા ગામના અગ્રણીઓ ભાઈ બહેનો અને સ્વયં સેવક મિત્રોના સહયોગથી સુંદર મજાનું આયોજન ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે કથા દરમિયાન આવતા તમામ ઉત્સવ પણ ઉજવાય રહ્યા છે નાનકડું એવું ગુદરણ ગામ ગોકુળીયુ બની ગયું હોય નાના મોટા સહુ માં આનંદ ને ઉલ્લાસ જોવા શાસ્ત્રી શ્રી પ્રદીપભાઈ પંડ્યા દ્વારા સુમધુર સંગીત શૈલીમાં કથાનું રસપાન કરવા આવી રહ્યું દરરોજ રાત્રે વિવિધ ક્ષેત્રના ભજન આરાધકો કલાકારો દ્વારા ભજન, કિર્તન અને સંતવાણી તેમજ માતાજીના ગુણાનુવાદ ના કાર્યક્રમ ના આયોજન પણ કરવામાં આવશે તો જય આદિ આવળ પીઠડ ધામ ગુદરણ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ ગુદરણ આહિર સમાજ ના પટાંગણમાં યોજવામાં આવી છે તો આ ભાગવત સપ્તાહ નો વધારે માં વધારે ભક્તો લાભ લે અને ધન્યતા અનુભવે તેવું આમંત્રણ આપવામાં આવે છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!