JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લાના ગોરખપરા અને ખંભાળિયા ખાતે રાત્રીસભા યોજાઈ

ગ્રામજનોને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરાયા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : તા.૨૧, જિલ્લાના ભેંસાણ તાલુકાના ગોરખપરા અને વિસાવદરના ખંભાળિયા ગામે રાત્રીસભામાં ગ્રામજનોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવાનો નિર્દેશ આપવામાં આવ્યા હતા.
ગોરખપરા અને ખંભાળિયા ગામે આયોજિત રાત્રી સભામાં વહીવટી તંત્ર દ્રારા ગામમાં જઈને ગ્રામજનોના પ્રશ્નો અને ફરિયાદોનું નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ રાત્રી સભામાં વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ, વિધવા અને વૃદ્ધ નાગરિકોની સંભાળ રાખવા માટે એનએસએપી યોજનાઓ સાથે જિલ્લા વહીવટીતંત્રની નવી પહેલ જેવી કે પિંક કાર્ડ, ગ્રે કાર્ડ વગેરે વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી. અને લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા.
ઉપરાંત રેશનકાર્ડ અને અન્ય સેવાઓ માટેની પડતર અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
ખેડૂતોને કુદરતી ખેતી અને તેના ઉત્પાદનોના ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતા.
આમ, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિદશ મુજબ અને કલેકટરશ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં રાત્રી સભાના માધ્યમથી ગ્રામજનોની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવી રહ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!