JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ૩૦ જુલાઇના રોજ વિસાવદર ખાતે ભરતી મેળો યોજાશે

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ૩૦ જુલાઇના રોજ વિસાવદર ખાતે ભરતી મેળો યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ:જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિસાવદર તાલુકાના સતાધાર રોડ પર આવેલી શ્રી દેવમણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૩૦ જુલાઇના રોજ બપોરે ૧૨ કલાકે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં અવધ ટ્રેક્ટર્સ (મહિંદ્રા ટ્રેક્ટર્સ ઓથોરાઇઝ ડિલર), એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્શ્યોરન્સ કંપની (જૂનાગઢ બ્રાંચ), ક્રેડિટ એક્સેસ ગ્રામિણ લિમિટેડ તથા રાજકોટના મેન્યુફેક્ચરીંગ સેક્ટરના બે નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે.
ધોરણ ૧૦ (S.S.C.) થી સ્નાતક, ડિપ્લોમા કે આઇ.ટી.આઇ. ની શૈક્ષણિક લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથના ઉમેદવારો માટે વિવિધ જગ્યાઓ પર ભરતી અન્વયે ઇન્ટરવ્યુનું આયોજન કરાયું છે.




