JUNAGADHKESHOD

કેશોદમાં અતી આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું ધારાસભ્યના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

કેશોદમાં અતી આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું ધારાસભ્યના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

– કેશોદમાં છેલ્લા ૧૩ વર્ષથી સાંગાણી હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર ચાલતું હતું પરંતુ આજ રોજ ઇન્ટરનેશનલ લેવલનું અતિ આધુનિક ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે કેશોદમાં ડાયાલિસિસ માટે કેશોદ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકોને ડાયાલિસિસની સુવિધા મળી રહે એ માટે નેફો પ્લસ નામની સંસ્થા દ્વારા ઇન્ટરનેશનલ લેવલના ડાયાલિસિસ માટે આધુનિક મશીનો બેસાડવામાં આવેલા છે આજરોજ આ સેન્ટર નું ઉદઘાટન કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, દિનેશભાઈ ખટારીયા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ લાભુબેન પીપળીયા, પૂર્વ ધારાસભ્ય હમીરભાઇ ધુડા , ગોવિંદભાઈ દેવાણી તેમજ ભાજપ તથા કોંગ્રેસના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું આ ઉદઘાટન પ્રસંગે કેશોદના જાણીતા એડવોકેટ ડીડી દેવાણી એ જણાવ્યું હતું કે આ ડાયાલિસિસ સેન્ટરથી કેશોદના અને આજુબાજુના દર્દીઓને ગવર્મેન્ટની યોજનાઓથી ફ્રી ઓફ ડાયાલિસિસ કરી અને સાંગાણી હોસ્પિટલના ડોક્ટર રાજેશ સાંગાણીએ જણાવેલ કે સરકારના અમૃતમ કાર્ડ મુજબ જ્યારે દર્દીને અહીંથી રજા આપવામાં આવે ત્યારે તેઓના તરફથી 300 રૂપિયા વધારાના દર્દીને આપીને ઘરે મોકલવામાં આવે છે આ રીતે સરકારની યોજનાઓ દ્વારા દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ નો લાભ સાંગાણી હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે દરેક આગેવાનોએ ડોક્ટર રાજેશ સાંગાણી તથા ડોક્ટર અજય સાંગાણીની સેવાઓને બિરદાવી હતી

રિપોર્ટ :- અનિરૂધસિંહ બાબરીયા કેશોદ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!