JUNAGADHMENDARDA

મેંદરડા તાલુકામાં મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ તા.૩૧  આગામી લોકસભા ચૂંટણી અન્વયે  જૂનાગઢ જિલ્લામાં તા. ૭ મે ના રોજ મતદાન યોજાનાર છે.  લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને ખાસ કરીને મહિલા મતદાર પણ મતદાન માટે જાગૃત બને એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર  દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

૮૫-માણાવદર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ મેંદરડા તાલુકાના મેંદરડા ગામે આંગણવાડી વર્કર, મહિલા બીએલઓ તથા આશાવર્કર બહેનોએ  ગત ચૂંટણીમા ઓછુ મતદાન થયેલ ભાગોમા મહિલા મતદારોને જાગૃત કરાયા હતા. આ સાથે બહોનોએ અચૂક મતદાન કરવા માટે શપથ પણ લીધા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!