JUNAGADHVISAVADAR

આમ આદમી પાર્ટીના સાંસદ ડૉ. સંદીપ પાઠકએ વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રવેશમાં વિસાવદરે ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો : સંદીપ પાઠક

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી, ગુજરાત પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ ડૉ. સંદીપ પાઠકજી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે પધાર્યા હતા. ત્યારે ભરૂચ ખાતે એક કાર્યકર્તા સંમેલનમાં ડૉ. સંદીપ પાઠકે હાજરી આપી હતી, અને ત્યારબાદ આજે વિસાવદર ખાતે વધુ એક કાર્યકર્તા સંમેલનમાં ડૉ.સંદીપ પાઠકે હાજરી આપી હતી.
આ કાર્યકર્તા સંમેલનમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયા, બોટાદના ધારાસભ્ય અને ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલ, પ્રદેશ મંત્રી કરસનદાસ બાપુ ભાદરકા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
રાજ્યસભા સાંસદ ડૉ. સંદીપ પાઠકે કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જ્યારે ગુજરાતનો ઇતિહાસ લખાશે તો એ જરૂર લખવામાં આવશે કે ભાજપના લાંબા શાસન દરમિયાન ગુજરાતની જનતા ખૂબ જ ત્રસ્ત હતી, અને વિપક્ષ કોઈ પણ પ્રકારનો બદલાવ લાવવામાં નિષ્ફળ સાબિત થયો હતો.પરંતુ ત્યારબાદ એક ઉમ્મીદની કિરણ બનીને આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં પ્રવેશી. આમ આદમી પાર્ટીના ગુજરાતમાં પ્રવેશમાં વિસાવદરે ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો હતો અને બદલાવ માટે વોટ આપીને વિસાવદર વિધાનસભાની સીટ આમ આદમી પાર્ટીને જીતાડી આપી હતી. આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો હાલ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. ફક્ત વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય કમજોર સાબિત થયા હતા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ કહ્યું હતું, કે ભ્રષ્ટાચાર ખતમ કરીશું, ખેડૂતોને સક્ષમ કરીશું, યુવાઓને રોજગાર આપીશું અને એક સારો દેશ બનાવીશું, જ્યાં દરેક સમાજના લોકો સાથે હળીમળીને ખુશ રહે. હોસ્પિટલ અને સારી સ્કૂલો માટે કોઈપણ વ્યક્તિને તકલીફ ન થાય એ રીતની વ્યવસ્થાને લાગુ કરવા માટે અરવિંદ કેજરીવાલજી રાજનીતિમાં આવ્યા હતા. માટે ભ્રષ્ટાચારી પાર્ટીના લોકો અરવિંદ કેજરીવાલજીને રોકવા માટે તમામ મોરચે મહેનત કરવામાં લાગી ગયા. પરંતુ અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી પ્રચંડ બહુમત સાથે દિલ્હીમાં સરકાર બનાવવામાં સફળ રહ્યા. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મજબૂત સરકારને જોઈને વિરોધીઓએ ષડયંત્ર રચવાનું શરૂ કર્યું, જેનાથી બીજા કોઈ રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર ન બને ત્યારબાદ પંજાબના લોકોએ પણ જોયું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ખૂબ જ સારું કામ કરી રહી છે, તો એક મોકો આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીને પણ આપવો જોઈએ. ત્યારબાદ પંજાબમાં પણ આમ આદમી પાર્ટી મોટી બહુમતી સાથે જીત મેળવી. આ બે મહત્વપૂર્ણ જીત બાદ અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની રાજનીતિમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો.
આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તાઓ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં દિવસ રાત મહેનત કરી રહ્યા હતા. શરૂઆતમાં તમામ લોકો એક જ વાત કરતા હતા કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સફળ નહીં થઈ શકે. પરંતુ ભગવાને એક ચમત્કાર કરી બતાવ્યો અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીની ખૂબ જ મોટી જીત થઈ. સાથે સાથે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પાંચ સીટો જીતી અને 35 સીટો પર આમ આદમી પાર્ટી બીજા સ્થાને રહી. 40 લાખ લોકોએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યો હતો અને આવનારી ચૂંટણીમાં 40 લાખમાંથી આગળ વધીને કરોડો વોટ મેળવવામાં વાર નહીં લાગે. અમને પૂરો વિશ્વાસ છે કે વિસાવદરના લોકોએ પહેલા પણ આમ આદમી પાર્ટીને વોટ આપ્યો હતો, તે જ પ્રમાણે આવનારી ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકશે અને પ્રચંડ બહુમતી સાથે વિસાવદરની સીટ આમ આદમી પાર્ટીને જીતાડશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!