JUNAGADHMANGROL

માંગરોળમાં મતદાન જાગૃતિ માટે આગવો અભિગમ : ગેસ સિલિન્ડર પર ‘હું ચોક્કસપણે મતદાન કરીશ જ’…. ના સ્ટીકર લગાવાયા

જૂનાગઢ તા.૧૮ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્રએ રચનાત્મક અભિગમ સાથે દરેક નાગરિક તા.૭મી મે એ અચૂક મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે આગવી રીતે મતદાતાઓને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

માંગરોળમાં ગેસ એજન્સીઓ સાથે સહયોગ સાધી ગેસ સિલિન્ડર પર અચૂક મતદાન કરવાના સંદેશ આપતા સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે. જાણે ગેસ સિલિન્ડર કહી રહ્યા છે, તા.૭-૫-૨૦૨૪ના રોજ મંગળવારે હું ચોક્કસપણે મતદાન કરીશ જ…. આમ, અવસર લોકશાહીનો, અવસર મારા ભારતનો… તેવા મતદાન માટે પ્રેરિત કરતા સ્ટીકર ગેસ સિલિન્ડર પર લગાવવામાં આવ્યા છે. આમ, ઘર-ઘર સુધી અચૂક મતદાનનો સંદેશ પહોંચી રહ્યો છે.

મતદાન જાગૃતિના સંદેશ સાથેના આ ગેસ સિલિન્ડર ઘર-ઘર સુધી પહોંચાડતા ડીલવરી મેનના ઉત્સાહમાં પણ વધારો થયો હતો. તેમણે પણ તા.૭મી મે એ અચૂક મતદાનની નેમ વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર નવતર અભિગમ અને જુદા જુદા માધ્યમો દ્વારા દરેક નાગરિક સુધી તા.૭ મી મેએ અચૂક મતદાનનો સંદેશ જન જન સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!