DAHOD

ફતેપુરા હનુમાન મંદિર વિસ્તારમાં થયેલી ઘર ફોડ ચોરી ના પાંચ આરોપી ને ફતેપુરા પોલીસે ઝડપી પાડ્યા 

તા.2.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ફતેપુરા હનુમાન મંદિર વિસ્તારમાં થયેલી ઘર ફોડ ચોરી ના પાંચ આરોપી ને ફતેપુરા પોલીસે ઝડપી પાડ્યા

ફતેપુરા ના હનુમાન ટેકરી વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલાયો ચોરો પાસે થી ચોરી માં ઉપયોગ માં લેવા માં આવેલ સાધનો સહીત ચોરી કરેલ રોકડ રાકમ સોના ચાંદી ના દાગીના રિકવરી કરતી ફતેપુરા પોલીસ, ૧૭ ડિસેમ્બર ના રોજ બંધ મકાન માં તસ્કરો ત્રાટક્યા હતા

દાહોદ ના ફતેપુરા તાલુકા ના મુખ્ય મથક ફતેપુરા ના હનુમાન ટેકરી વિસ્તાર માં રોકડ રકમ સહીત સોના ચાંદી ના ઘરેણાં મળી કુલ ૨૬૩૦૦૦/- લાખ ની ચોરી નો ભેદ ફતેપુરા પી.એસ.આઇ જી.કે.ભરવાડે ઉકેલાયો આ મામલે ફતેપુરા પોલીસે પાંચ શખ્સો ને રોકડ રકમ સહીત સોના ચાંદી ના દાગીના મળી કુલ ૧૪૪૦૦૦/- લાખ ની રકમ સાથે દાબોચી લીધા હતા ફતેપુરા ના હનુમાન ટેકરી વિસ્તાર માં ૧૭ ડિસેમ્બર ના રોજ રાત્રી ના સમયે બંધ મકાન ના તાળા તોડી તસ્કારો એ ચોરી ને અંજામ આપ્યો હતો અને સોના ચાંદી ના દાગીના અને રોકડ મળી કુલ ૨૬૩૦૦૦ /- લાખ ની ચોરી કરી ને પ્લાયન થઈ ગયા હતા  ચોરી અંગે ની પોલીસ ફરિયાદ દાખલ થતા ફતેપુરા PSI જી.કે. ભરવાડ અને પોલીસ ની ટિમ દ્વારા તસ્કારો ને પકડી પાડવા સધન પ્રયાસ હાથ ધરવા માં આવ્યા હતા પોલીસ હ્યુમન ઇન્ટેલીજેન્સ અને બાતમીદારો પાસે થી મળેલી માહિતી ના આધારે ચોરી ને અંજામ આપનાર શંકર પ્રતાપ બારજોડ નામ ના શખ્સ ને ઝડપી પાડી રિમાન્ડ દરમિયાન અન્ય બીજા પાંચ નામ પણ ખુલ્યા હતા જેમાં ચંદ્રેશ ચુનીલાલ રાવળ, કાળીયા લખાણપુર નો રહેવાસી ,મિનેષ સોમા રાવળ,કાલીયા વાલુન્ડા નો રહેવાસી, અનિલ મોહન પ્રજાપતિ ફતેપુરા નો રહેવાસી, રાજુ બળવંત બારજોડ, વાલુન્ડા રહેવાસી, કલ્પેશ પારસીંગ વાસુનિયા ઝાલોદ કલજી ની સરસવાણી નો રહેવાસી તેમજ વિજય રુધા હરિજન જે તેરગોળા વિસ્તાર નો રહેવાસી છે જેની શોધ ખોળ હાલ પોલીસ કરી રહી છે ચોરો પાસે થી ચોરી કરવા માટે વાપરવા માં આવેલ સાધનો તેમજ સોના ચાંદી ના દાગીના હીરો સ્પલેન્ડર મોટર સાયકલ સહીત ચોરી ની રકમ ૮૨૫૦૦ /- હજાર ની રોકડ સહીત ૧૪૪૦૦૦/- લાખ ના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા છે હાલ વધૂ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવા માં આવી રહી છે અન્ય જગ્યાએ પણ ચોરી કબૂલાત કરે તેવી શક્યતા જણાઈ રહી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!