JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત જુનાગઢ પોલીસના નશા વિરોધી અભિયાનમાં ચાલુ વરસાદે મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા હતા.

જૂનાગઢ તા. ૨૬  જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેના સરદાર પટેલ ભવન ખાતેથી શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ જુનાગઢ પોલીસની સાયકલોથોન જુનાગઢ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ જન અભિયાનમાં ૭૦૦થી વધુ સાયકલ સવારો જોડાયા હતા અને જૂનાગઢને નશાથી મુક્ત કરવા માટે સંદેશો આપ્યો હતો.

જુનાગઢ પોલીસની પહેલને આવકારતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે યુવાઓ નશાથી દૂર રહે તે ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું કે દરેક માતા પિતાનું સપનું તેમનું સંતાન સંસ્કારી થાય તેવું હોય છે. વ્યસન સત્ય, કરુણા અને પ્રમાણિકતાનું હોવું જોઈએ તેવી ટકોર કરીને મંત્રી શ્રી એ યુવાઓને નશાથી દૂર રહેવા અને કોઈ આસપાસમાં ડ્રગ્સનો ભોગ ન બને તે માટે જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો.

યુવાનો દેશની પ્રગતિમાં ભાગીદાર બને ભારતની સંસ્કારી શિક્ષણ પ્રણાલી ના માર્ગે આગળ વધે તેવું સૌ ઈચ્છે છે અને તે માટે આજે રાષ્ટ્રમાં વ્યાપક અભ્યાનો થઈ રહ્યા છે તે અંગે મંત્રી શ્રી એ જણાવી શરીર અને સમાજ સોસાયટીને બરબાદ કરે એવા વ્યસનો નશાથી દૂર રહેવા અપીલ કરી હતી.

આ તકે તેઓએ જુનાગઢ પોલીસની ડ્રગ્સ સામેની લડાઈ અને અભિયાનોને આવકારી સૌ સહયોગ કરે અને સંકલ્પ કરે તેમ પણ જણાવ્યું હતું.

ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા એ કહ્યું કે ડ્રગ્સ સામેની લડાઈ માત્ર પોલીસની નથી. તેમાં સૌ લોકોની જવાબદારી છે. જુનાગઢ પોલીસને અભિનંદન આપી ધારા સભ્યશ્રીએ યુવાનોને ખરા અર્થમાં સંકલ્પ લેવા અને ડ્રગ્સ થી દૂર રહેવા સંકલ્પ લેવડાવ્યો હતો. આઈ લવ જુનાગઢ નું સૂત્ર આપી ધારાસભ્ય શ્રી એ જૂનાગઢમાં યુવાઓ ડ્રગ્સથી દૂર રહે તે માટે જાગૃતિ અભિયાનને અવિરત રાખવા અને વ્યાપક પણે સૌ જોડાય તે માટે અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી એ પણ યુવાઓને સાહિત્ય રસ પીરસી નશીલા પદાર્થો સામેની જૂનાગઢ પોલીસની ઝુંબેશ અને અભિયાનમાં જોડાવા અને વ્યસનથી દુર રહેવા અનુરોધ કર્યો હતો.

જુનાગઢ એસપી શ્રી હર્ષદ મહેતાએ આ કાર્યક્રમમાં સૌને આવકારી જુનાગઢ પોલીસની ડ્રગ્સ સામેની લડાઈ અંતર્ગત કાર્યક્રમો અભિયાનો અને પોલીસ કાર્યવાહીની વિગતો આપી હતી. તેઓએ કહ્યું કે બે અઢી વર્ષમાં ડ્રગ્સ સામેના ૨૮ કેસમાં ૫૪ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને અઢી કરોડથી વધુ મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. ડ્રગ્સ સામે મજબૂર નહીં પરંતુ મજબૂત બનો તેમ જણાવ્યું હતું.

આ સાઇક્લોથન રેલીમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ, યુવા વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. બાળકોએ પણ રેલીમાં જોડાઈ ઉત્સાહ દાખવ્યો હતો. સંગીત પ્રસ્તુતિ સાથેના આ કાર્યક્રમમાં ચાલુ વર્ષ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

કાર્યક્રમ  પૂર્વે આઈ જી શ્રી નિલેશ જાજડિયા અને એસપી શ્રી હર્ષદ મહેતા એ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં નાટક પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં  મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, આઈજી શ્રી નિલેશ જાજડિયા મ્યુનિસિપલ કમિશનર શ્રી ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી, કાનૂની સેવા સત્તા મંડળના શ્રી પરમાર તેમજ ડીવાયએસપી શ્રીઓ અને પોલીસ અધિકારીઓ તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button