JUNAGADHKESHOD

કેશોદમાં ચૂંટણી પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, શાંતિ જાળવવા સઘન પ્રયાસ, એસ.પી. બીપીનચંદ્ર ઠક્કર સાથે પોલીસ સ્ટાફનો શહેરના વિસ્તારોમાં વ્યાપક બંદોબસ્ત

કેશોદમાં ચૂંટણી પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, શાંતિ જાળવવા સઘન પ્રયાસ, એસ.પી. બીપીનચંદ્ર ઠક્કર સાથે પોલીસ સ્ટાફનો શહેરના વિસ્તારોમાં વ્યાપક બંદોબસ્ત

સ્થાનિક નગરપાલિકાની આવનારી ચૂંટણીઓને અનુલક્ષીને કેશોદ પોલીસ દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને તે હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી. આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન એસ.પી. બીપીનચંદ્ર ઠક્કર, પી.આઈ. તેમજ પોલીસ સ્ટાફ સાથે કેશોદના વિવિધ વિસ્તારોમાં ફરી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. ચૂંટણીને હવે માત્ર થોડા જ દિવસો બાકી રહેતા, કાયદો-વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા આ પ્રકારના સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસે નાગરિકોને નિર્ભયપણે મતદાન કરવા અપીલ પણ કરી છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!