JUNAGADHJUNAGADH CITY / TALUKO

જુનાગઢ શહેરમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ, સતત ધમધમતા તાપમાં રસ્તાઓ પણ સૂમસામ

લોકો ગરમીથી બચવા શેરડીનો રસ,ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને કોલ્ડ્રિંકસ તરફ વળ્યા

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : છેલ્લા ત્રણ દિવસથી અગન ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. આજે જુનાગઢ ગરમીનું તાપમાન 41 ડિગ્રી થી વધુ નોંધાયું છે. ત્યારે સતત બે દિવસથી જુનાગઢ જાણે અગ્ન ભઠ્ઠીમાં શેકાતું હોય તેવું લોકો અનુભવી રહ્યા છે. સવારથી જ જૂનાગઢમાં અશહ્ય તડકો પડી રહ્યો છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તો બીજી તરફ બપોરના સમયે લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. લોકો ગરમીના કારણે શેરડીનો રસ, ઠંડા પીણા, આઈસ્ક્રીમ ,ગોલા આરોગી રહ્યા છે. ત્યારે ઘર અને વાહનોમાં લગાવેલા એસી પણ પૂરતી ઠંડક નથી આપી રહ્યા. તો બીજી તરફ જે રોડ પર સતત અવર જવર જોવા મળતા હોય તે રોડ પણ સૂમસામ જોવા મળી રહ્યા છે.
ગૌશાળામાં દૂધ દેવા જતા ભુપતભાઈ ફળદુ એ જણાવ્યું હતું કે હાલ ખૂબ જ અસહ્ય ગરમી પડી રહી છે. અત્યારે ખૂબ જ ભયંકર ગરમી પડી રહી છે.ધંધો છે માટે ફરજિયાત દૂધ દેવા જવું પડે છે. બાકી અત્યારે એસી પણ કામ કરતા નથી અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
બારડ વિશ્વાસે જણાવ્યું હતું કે જૂનાગઢમાં ખૂબ જ ગરમી પડી રહી છે.જેના લીધે લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી. અને જુનાગઢ માં આવતા પ્રવાસીઓ પણ જુનાગઢ આવવા માટે વિચારે છે કે આટલી ગરમીમાં જૂનાગઢ કેવી રીતે જવું? ખૂબ જ ભયંકર તાપના કારણે સતત ધમધમતા રસ્તાઓ પણ સુમસામ જોવા મળી રહ્યા છે. બપોરના સમયે અસંખ્ય ગરમીના કારણે લોકો શેરડીના રસ, કોલ્ડ્રીંક્સ, ગોલા,આઈસ્ક્રીમ, આરોગી રહ્યા છે.
રાજકોટ થી આવેલા રશ્મિ બહેને જણાવ્યું હતું કે અમે બે દિવસથી જૂનાગઢમાં રોકાયા હતા. જૂનાગઢમાં હાલ ખૂબ જ તડકો પડી રહ્યો છે. જેના કારણે ખૂબ જ ગરમી થઈ રહી છે. અને આ ગરમીથી બચવા માટે રસ ,ઠંડા પીણા પીવાનું લોકો વધુ પસંદ કરી રહ્યા છે. અશહ્ય ગરમીના કારણે વડીલો અને બાળકો ઘરની બહાર પણ નીકળતા નથી.
શેરડીના રસનો ચિંચોડો ચલાવનાર નવનીત ભાઈ મારવાણીયાએ જણાવ્યું હતું કે હાલના સમયમાં વૃદ્ધ લોકો નાના બાળકો રોડ રસ્તા પર ઓછા જોવા મળે છે. અને કામ સિવાય કોઈ ઘરની બહાર પણ નીકળતું નથી એટલે ભયંકર ગરમી પડી રહી છે. અને જેથી કરી આ ગરમીની સિઝનમાં લોકો રસ ઠંડા પીણા અને કોલ્ડ્રીંક્સ પીવાનું વધુ પસંદ કરે છે. લોકો ગરમીથી બચવા માટે કામ વિના ઘરની બહાર પણ નીકળતા નથી.
ઠંડા પીણા અને શેરડીના રસનો વેપાર કરતા વસીમભાઈ એ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી ખૂબ જ ગરમી પડે છે. જેને લઇ શેરડીના રસનો ધંધો ખૂબ જ ચાલી રહ્યો છે. રોડ ઉપર નીકળતા લોકો ગરમીથી બચવા રસ પીવાનું વધુ પસંદ કરે છે. હાલના સમય વધુ ગરમી પડતી હોવાના કારણે શેરડી પણ વધુ પ્રમાણમાં વપરાય છે. વધુ ગરમી ના કારણે હાલના સમયમાં રોજ 20 મણથી વધુ નો શેરડીનો રસ લોકો પીવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!