જૂનાગઢ ખાતે શ્રી એમ. પી. શાહ સરકારી અંધશાળામાં પ્રજ્ઞાચક્ષુઓને વિનામૂલ્યે પ્રવેશ શરૂ
જૂનાગઢ ખાતે શ્રી એમ. પી. શાહ સરકારી અંધશાળામાં પ્રજ્ઞાચક્ષુઓને વિનામૂલ્યે પ્રવેશ શરૂ

જૂનાગઢ શહેરમાં આવેલી શ્રી એમ.પી. શાહ સરકારી અંધશાળામાં પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ તથા અંશતઃ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ શાળામાં ધોરણ ૧ થી ૮ સુધીનું બ્રેઇન લિપિમાં શિક્ષણ આપવામાં આવે છે, તેમજ ઉદ્યોગ તથા સંગીત વિશારદ સુધીનું શિક્ષણ ઉપરાંત કોમ્પ્યુટરનો વિશિષ્ટ શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ બાળકોને અંતેવાસી તરીકે રહેવાની, જમવાની તથા અભ્યાસને લગતી તમામ સગવડ ઉપરાંત રમત- ગમત તથા મનોરંજનની તથા બાળકોને જરૂરી એવી દરેક વ્યવસ્થા સરકારશ્રી તરફથી નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે. જેથી નિ:શુલ પ્રવેશ મેળવવા માટે સંસ્થાના આચાર્યશ્રીનો સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી રૂબરૂ અથવા મો. ૯૯૨૪૯૬૭૧૮૩ પર સંપર્ક કરવાનો રહેશે. તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





