JUNAGADHMANGROL

માંગરોળમાં હંગામી સફાઈ કમીંઓની વેદના,પગાર નહીં તો કામ નહીં કરીએ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદારોનો કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કમીંઓને એજન્સી દ્વારા નિયમિત પગાર ચુકવવામાં ન આવતો હોવાના આક્ષેપ સાથે સફાઈ કામદારોએ ચીફ ઓફિસરને આવેદન પાઠવી “પગાર નહીં તો કાભ નહીં ” એમ સ્પષ્ટ જણાવી કામ બંધ કરવાની ચિમકી આપી છે. રજુઆતમાં જણાવ્યું છે કે નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોને કોન્ટ્રાક્ટના હવાલે મુકી દેવાતા સફાઈ કમીંઓનું શોષણ થઈ રહ્યું છે.

એજન્સી દ્વારા બે માહીનાથી પગાર ન થયો હોવાનું જણાવ્યું હતું, તમામ કમીંઓનો એક સાથે પગારને બદલે કેટલાકને થોડાક દિવસ પછી પગાર ચૂકવાતો હોવાનું પણ જણાવાયું છે. પગારનું કહેવામાં આવે તો કામ કરવું હોય તો કરો નહીં તો ધરભેગા થાવ તેવો ઉધ્ધત જવાબ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે.

—— રિપોર્ટર—— વસંત અખિયા માંગરોળ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!