JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની માળીયા હાટીના ખાતે ઉજવણી થશે: તૈયારીઓ અંગે કલેક્ટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

સાસણ રોડ પર આવેલા હાટી સમાજ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમ માટે વિવિધ સમીક્ષા બેઠકમાં અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ

સાસણ રોડ પર આવેલા હાટી સમાજ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમ માટે વિવિધ સમીક્ષા બેઠકમાં અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માળીયા હાટીનાના સાસણ રોડ પર આવેલા હાટી સમાજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. આ પર્વના સુચારુ અને ભવ્ય આયોજન માટે કલેક્ટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આયોજન બેઠક યોજાઈ હતી. કલેક્ટરના દિશાનિર્દેશ મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ સંદર્ભે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
બેઠક દરમિયાન કાર્યક્રમના સફળ આયોજન માટે કલેક્ટરે વિવિધ વિભાગો પાસેથી કામગીરીની વિગતો મેળવી હતી. જેમાં બેઠક વ્યવસ્થા, પ્રાથમિક સુવિધાઓ, સાતત્યપૂર્ણ વીજ પુરવઠો, પીવાનું પાણી, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન, પોલીસ પરેડ, સ્થળ પર સાફસફાઈ તેમજ ઈમરજન્સી મેડિકલ અને ફાયર સેફ્ટી સહિતની તમામ બાબતોની વિગતવાર સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ પૂરી પાડી હતી.
આ બેઠકનું સંચાલન જૂનાગઢ જિલ્લા અધિક નિવાસી કલેક્ટર બી. એસ. બારડે કર્યું હતું. આ બેઠકમાં પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, ડીઆરડીએ નિયામક જાડેજા, પ્રાંત અધિકારી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!